ભરૂચ: દહેજ ખાતે યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાયેલી દુઘર્ટના માં ઈજાગ્રસ્તોને રક્તદાન માટે ભરૂચની ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઇ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ દહેજ ખાતે યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાયેલી દુઘર્ટનામાં ઈજાગ્રસ્તોને રક્તદાન માટે ભરૂચની ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી. ગત તારીખ ત્રીજી જૂનના રોજ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલા ભયંકર બ્લાસ્ટમાં થયેલી જાનહાનિ અને ઇજાઓના પગલે રેડક્રોસ બ્લડ બેન્કના ડો.ખીલવાણી તથા રશ્મિકાંતભાઈ દ્વારા રકતની અછતની જાણ કરવામાં આવતા સેવાભાવી કાર્યોમાં સદા અગ્રેસર […]

Continue Reading

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના પોઝિટિવ કેસ મળતા ખળભળાટ, ભરૂચ જિલ્લામાં કોરોના આંકડો ૪૮ એ પોહોંચ્યો

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના દર્દી મળતા વહીવટી તંત્રએ તાબડતોડ વિસ્તારને શીલ કરવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ગામે ઝકકરિયા મસ્જિદવાળા ફળીયામાં રહેતા સુહેલ અહમદ અમીજી ઉ.વ ૩૫ ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ઘરે જ રહેતા હતા અને તેમને શરદી ખાંસી થતા તેમણે જંબુસર ખાતે દારુલ ઉલુમ દવાખાનામાં સારવાર લીધી હતી જ્યાં તેમને […]

Continue Reading

ભરૂચ: નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે સરકારી જગ્યામાં ઉકરડા બાબતે હિંસક છુટદોરની મારામારી થતા ચકચાર મચી જવા પામી હતી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે દલસુખભાઇ રૂપજીભાઇ ચૌધરી અને અશોકભાઈ કેસરીમલભાઇ માલી વચ્ચે સરકારી જગ્યામાં ઉકરડા બાબતે સામાન્ય બોલાચાલી થતા ગામના સરપંચ અને આગેવાનોની મધ્યસ્થામાં સમાધાન થયું હતું, જેની રીસ રાખી અશોકભાઈ કેસરીમલભાઇ માલીએ એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો સાથે વૈષ્ણવદેવી માતાજી મંદિરના કંપાઉન્ડમાં આવી પથ્થરમારો ગાય-ભેંસના તબેલા […]

Continue Reading

ભરૂચ જિલ્લાના દહેજ પંથકની સેઝ ૨ માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકળી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ ભરૂચ જિલ્લાના દહેજ પંથકની સેઝ ૨ માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકળતા આજુબાજુની અનેક કંપનીઓને નુકસાન પહોંચ્યું હતું.ભયંકર આગ ઉપર કાબુ મેળવવા માટે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ભરૂચ જીલ્લાના દહેજ પંથકની જીઆઈડીસી અને સેઝ માં આવેલી કંપનીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓ માં હજારો નિર્દોષ […]

Continue Reading

જંબુસર ડેપોમાં બસો ચાલુ થતાં અમુક પેસેન્જર જોવા મળ્યા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના વાયરસની મહામારી ને લઇ લોકડાઉનમાં જંબુસર ડેપો નિર્જન ભાસતો હતો. અનલોક ૧ માં વધુ છૂટછાટો મળતાં રાજ્યમાં એસટી બસો શરૂ કરવાનો નિર્ણય લેવા લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને ભરૂચ વિભાગ જંબુસર ડેપો દ્વારા પણ અનલોક ૧ ના નીતિ નિયમો મુજબ જંબુસર ડેપોના ૫૫ શિડ્યુલના ૨૪૩૬૨ કિલોમીટર પૈકી આજથી ૧૭ શિડ્યુલના […]

Continue Reading

આમોદ નગરપાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટરનું પાણી બેક મારતાં તાલુકા પંચાયત વસાહતના રહીશો દુર્ગંધથી ત્રાહીમામ.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ ગટરના દુર્ગંધ મારતા પાણીથી રહીશોનું ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આંદોલનના ભણકારા.   મલ્લા તળાવ પાસે આમોદ નગરપાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટરનું પાણી બેક મારતા આમોદ તાલુકા પંચાયત નવી વસાહતના રહીશો દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેનો નિકાલ ના થતા પાલિકા કચેરીએ વિસ્તારના રહીશોએ મોરચો લઈ જઈ રજુઆત કરી હતી.અને […]

Continue Reading

ભરૂચ: અંકલેશ્વર રાજપીપળા રોડ પર સગીરા સાથે દુષ્કર્મ બાબત પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી.

ભરૂચના અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ એક સોસાયટીના નરાધમ યુવકે પોતાની સોસાયટીની સગીરા સાથે ધાક-ધમકીથી અવાર નવાર દુષ્કર્મ આચરતા છેવટે જીઆઇડીસી પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક વસાહતમાં રહેતા સુરેશ વણઝારા નામના ઈસમે પોતાના જ વિસ્તારની ૧૫ વર્ષીય સગીરા સાથે અવાર નવાર ધાક-ધમકી આપીને […]

Continue Reading

ભરૂચ: અંકલેશ્વરના નાંગલ પાસે ઝાયલો કારની અડફેટે સજોદના મોપેડ ચાલકનું કરુણ મોત

ભરૂચના અંકલેશ્વરના નાંગલ પાસે ઝાયલો કારની અડફેટે સજોદ ના મોપેડ ચાલકનું કરુણ મોત નીજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા ના સજોદ ગામના જૈન મંદિર ફળિયામાં રહેતા 39 વર્ષીય અશોકભાઈ નટવરભાઈ લીમ્બચીયા પોતાનું મોપેડ લઈને સજોદ થી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન નાંગલ ગામના પાટિયા પાસે એક ઝાયલો કારના ચાલકે મોપેડ ને […]

Continue Reading

ભરૂચ: આમોદ તાલુકાના ચકલાદ ગામની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચના આમોદ તાલુકાના ચકલાદ ગામની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આમોદ તાલુકાના ચકલાદ ગામની છોકરીએ પરિવારના વિરદ્ધ જઈ આછોદ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ પોતાના પરિવાર સાથે ફરી સંબંધ સુધર્યા હતા. જો કે પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ દવા પી લીધી હતી […]

Continue Reading

આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખે પ્રજાના મુદ્દે આવેદન પાઠવ્યું.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ ભાઈ એમ.વસાવાએ પ્રજાની લાગણી અને માંગણીને વાચા આપી આમોદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર શહેરની પ્રજાના માર્ચ થી જૂન સુધીના બિલ માફ કરવામાં આવે, ગરીબ અને મધ્યમવર્ગનો પાણી અને મિલકત વેરો માફ કરવામાં આવે તેમજ નાના વેપારીઓનો ધંધા વેરો માફ કરવામાં આવે, તેમજ ખાનગી શાળાઓમાં […]

Continue Reading