અમદાવાદમાં ગરમી વધતા બપોરે 12થી 4માં મોલ અને કેફેમાં ફૂટફોલ 60 ટકા વધ્યો, બિઝનેસમાં 30થી 35 ટકાનો વધારો.

અમદાવાદીઓ પાસે દરેક વસ્તુનો જુગાડ હોય છે. શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આ ગરમીમાં કૂલ રહેવા માટે તેઓએ અસલ અમદાવાદી રીત શોધી કાઢી છે. બપોરના 12થી4 કાળઝાળ ગરમીમાં શહેરીજનો મોલમાં એસીની ઠંડી હવા ખાવાનું પસંદ કરી રહ્યા છે. બપોરના સમયમાં મોટી સંખ્યામાં લોકો બેન્ચ પર બેઠેલા તેમજ વિન્ડો શોપિંગ કરતા પણ નજરે પડે […]

Continue Reading

1930માં ન્યૂયોર્કમાં બનેલા હડસન હાઈલાઈનની ડિઝાઈન પર કાલુપુર રેલવે સ્ટેશનનું નિર્માણ થશે.

કાલુપુર સ્ટેશનને 4 હજાર કરોડના ખર્ચે નવેસરથી વિકસાવવા માટે રેલવેએ યોજના બનાવી છે. મંગળવારે નિર્માણ કાર્ય મુદ્દે રેલવે, હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન, ગુજરાત મેટ્રો અને મ્યુનિ.ના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠકમાં 94 એકરમાં પીપીપી ધોરણે તૈયાર થનારા સ્ટેશનની ડિઝાઈનનું પ્રેઝન્ટેશન કરાયું હતું. એક વર્ષમાં ફાઈનલ પ્લાન તૈયાર થયા પછી ટેન્ડર બહાર પડાશે. પ્રેઝન્ટેશનમાં કરાયેલી રજૂઆત મુજબ પેસેન્જરની […]

Continue Reading

ઉનાળાની શરૂઆતમાં જ પાણીએ ચિંતા વધારી, ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 અને કચ્છમાં 23 ટકાથી પણ ઓછું પાણી બચ્યું.

ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પણ ઓળંગી ગયો છે. ત્યારે વધતી ગરમી સાથે હવે રાજ્યમાં જળ સંકટ ઊભું થઈ શકે છે. રાજ્યના જળાશયોમાં પાણીની સ્તર સતત ઘટી રહ્યું છે. તેમાં પણ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ પાણીનો જથ્થો […]

Continue Reading

પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે.

પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં વાડ તૈયાર થયા બાદ સહાયની રકમ RTGS દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. વન્ય પ્રાણીઓથી પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં ખેડૂતોએ જમીન માપણી કે અન્ય કામગીરીમાં એજન્સી અથવા તેમના કર્મચારીઓને કોઈ પણ પ્રકારના નાણા ચૂકવવાના નથી તેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને સ્પષ્ટપણે જણાવ્યુ છે. વન્ય […]

Continue Reading

અમદાવાદ RPO ખાતે પાસપોર્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ધસારો.

કોરોનાના પ્રતિબંધો હળવા થવાના લીધે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓ 2 વર્ષના વિરામ બાદ ફરી ઓસ્ટ્રેલિયા, કેનેડા અને UKની વિદેશી યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં માર્ચના (Spring) સત્રમાં પ્રવેશ મેળવવા માટે ધસારો કરી રહ્યા છે. અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં ફરી એક વખત સ્ટુડન્ટ, ઈમિગ્રન્ટ અને ટુરિસ્ટ વિઝા એપ્લિકન્ટ્સ પાસપોર્ટ માટે લાઈન લગાવી રહ્યા છે.  અમદાવાદ […]

Continue Reading

ગગનયાન સાથેનો સંપર્ક અકબંધ રાખવા માટે 2 સેટેલાઈટ ગોઠવવામાં આવશે.

ભારતના અતિ મહત્વના હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ગગનયાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ISRO અમદાવાદ, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3થી 9 એપ્રિલ 2022 દરમિયાન ખાસ આઉટરિચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી, 24 કલાકમાં જ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો.

હજુ બે દિવસ 42 ડિગ્રીની આસપાસ ગરમી પડવાની આગાહી. સમગ્ર રાજ્યમાં ફૂંકાતા ગરમ-સૂકા પવનની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો છે. તેમાંય અમદાવાદમાં રીતસરની લૂ વરસી હતી અને સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આમ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. બપોર પછી લૂને […]

Continue Reading

અમદાવાદ, મહેસાણા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં આવતીકાલથી હિટવેવ, ગરમીનો પારો 43 ડીગ્રીને પાર થશે.

ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશના અનેક શહેરોનો પારો 40ને પાર કરી ગયો છે. IMD અનુસાર, ગુજરાત સહિત 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે. માર્ચમાં સરેરાશ મહત્તમ તાપમાન 1901 થી સામાન્ય કરતાં 1.86 °C વધારે હતું. ચાર […]

Continue Reading

કેજરીવાલ અને ભગવંત માને શાહીબાગના BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા.

દિલ્લીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદની મુલાકાતના આજે બીજા દિવસે સવારે તેઓએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ મંદિર પરિસર નિહાળ્યું હતું. બંને નેતાઓની સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મંદિરમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિને ચેક કરી અને મંદિરમાં પ્રવેશ […]

Continue Reading

અમદાવાદમાં ચેટીચાંદ પર્વની ઉજવણી, શોભાયાત્રાઓ નીકળી.

અમદાવાદ શહેરમાં શુક્રવારે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઝૂલેલાલના અવતાર દિવસ અને સિંધી સમાજના નવવર્ષ નિમિતે મણિનગર, કુબેરનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મંદિરોમાં જ્યોત પ્રાગટય, નદીમાં પુજાપાઠ, સામુહિક જમણવાર, સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. એકબીજાને નવવર્ષની શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ શુક્રવારે પાંચકુવા સિંધી માર્કેટમાં ઝૂલેલાલ […]

Continue Reading