અદાણીએ કહ્યુંકે ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રે બ્રિટનની કંપનીઓ સાથે કામ કરીશું.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ગુરુવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અમદાવાદના શાંતિગ્રામ સ્થિત અદાણી ગ્રૂપના ગ્લોબલ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. બેઠક બાદ ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને રિન્યુએબલ, ગ્રીન હાઇડ્રોજન અને ન્યૂ એનર્જી પર ફોકસ કરીને જળવાયું પરિવર્તન તથા ટકાઉ વિકાસ ક્ષેત્રે બ્રિટન સાથે સહકાર સાધવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે ડિફેન્સ અને એરોસ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે […]

Continue Reading

શહેરમાં નવી 58 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે.

ઈલેક્ટ્રિક વાહનોની નીતિ અંગે સ્ટેન્ડિંગમાં ચર્ચા થઈ હતી. આ અંગેના એક સવાલના અધિકારીઓએ કહ્યું હતું કે, ચાર્જિંગ સ્ટેશન માટે નવી 58 જગ્યા ફાઈનલ કરી છે. વીજળી કંપની સપ્લાય આપે તો અહીં ચાર્જિંગ શરૂ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં 38 પ્લોટમાં 75 વડ વાવવાની યોજના બાદ હવે 109 તળાવો પૈકી 75 તળાવને ઉંડા કરીને ત્યાં પાણી ભરીને […]

Continue Reading

અમદાવાદમાં સર્વિસ લાઈનના કામ માટે રોડ તોડવો હશે તો મ્યુનિસિપલ કમિશ્નરની મંજુરી લેવી પડશે.

અમદાવાદ શહેરમાં તૂટેલા રોડને લઇ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ અનેક ફરિયાદો આવી હતી. તેમણે અનેક ફરિયાદો મળતાં હવે શહેરમાં રોડ તોડવાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 12 મીટર પહોળાઈના તેમજ તેથી વધુ પહોળાઈના તમામ રીસરફેસ કરેલા રસ્તાઓ જેના ડીફેક્ટ લાયેબીલીટી પીરિયડ ચાલુ હોય તેવા તમામ રસ્તાઓ તેમજ તેને જોડતા તમામ જંકશનો ઉપર સરકારી/અર્ધ સરકારી/ખાનગી એજન્સી […]

Continue Reading

અમદાવાદી ” રાગ ‘ કેવી રીતે બની ગઈ સ્ટાર?

સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ RRR ની શરઆત થતાની સાથે જ શરુઆતનાં દ્રશ્યમાં એક નાની બાળકી ગીત ગાતી જોવા મળે છે, અંબર સે તોડી…આ ગીતમાં જે યુવતીનો અવાજ સંભળાય છે તે રાગ પટેલનો છે, જે રાતોરાત સ્ટાર બની ગઇ છે. ગુજરાતના અમદાવાદની રાગ પટેલે  ફિલ્મ RRRમાં પોતાનો અવાજ આપ્યો હતો. અમદાવાદની 15 વર્ષની રાગ પટેલને નાનપણથી જ ગીતો ગાવાનો શોખ છે, […]

Continue Reading

ગુજરાતમાં ITIમાં અભ્યાસ કરતા 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડ્રોનનો ઉપયોગ કરવાની તાલીમ અપાશે.

ગુજરાત સરકારે પ્રથમ વખત તેના બજેટમાં ડ્રોન ક્ષેત્ર માટે ભંડોળ ફાળવ્યું હતું. લગભગ 10 હજાર વિદ્યાર્થીઓને ડ્રોનનો ઉપયોગ કરવા અને ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરવા તાલીમ આપવાનું આયોજન કર્યું છે. આ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ આપવામાં આવશે. સરકારનો હેતુ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ‘ડ્રોન્સની શાળા’ સ્થાપિત કરવાનો છે,જેમાં સમગ્ર ડ્રોનના […]

Continue Reading

એકલવ્ય સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ભોજનની કામગીરી સખીમંડળો પાસેથી છીનવી કોન્ટ્રાક્ટરને સોંપાઈ, મામલો હાઈકોર્ટ પહોંચ્યો.

રાજ્યની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર કરવાનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્યમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના બે સખીમંડળ દ્વારા એકલવ્ય સ્કૂલમાં બાળકોને આપવામાં આવતા ભોજન રાંધવાની કામગીરી હવે ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ મામલે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી છે. સરકારે આ મામલે સરકારને નોટીસ પાઠવી છે. હવે વધુ સુનાવણી આગામી 27 […]

Continue Reading

અમદાવાદની તક્ષશિલા સ્કુલમાં ફી ન ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ના બેસવા દેતા વાલીઓનો હોબાળો.

શહેરના ઓઢવમાં આવેલી તક્ષશિલા સ્કુલમાં અત્યારે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પરીક્ષા દરમિયાન ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સ્કુલ સંચાલક દ્વારા કહેવામાં આવ્યું છે કે, 150 બાળકોની 2-3 વર્ષની ફી બાકી છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હતા તેમને અત્યારે બહાર ઉભા રાખ્યા છે. ઓઢવમાં આવેલી તક્ષશિલા […]

Continue Reading

વીજળીની ૨૦૪૫૭ મેગાવોટની વીજ ડિમાન્ડ સામે પોતાનું ઉત્પાદન ફક્ત ૨૮૬૧ મેગાવોટ.

ગુજરાતમાં વીજળીની દૈનિક ડિમાન્ડ ૨૦,૪૫૭ મેગાવોટને આંબી ગઈ છે ત્યારે બીજીતરફ વીજળીની અછત વધીને ૧૮ ટકાને આંબી ગઈ છે. વીજળીની ૨૦,૪૫૭ મેગાવોટની ડિમાન્ડ સામે ગુજરાતને અત્યારે ૩૬૫૮ મેગાવોટની અછત પડી રહી છે. આ અછત અંદાજે ૧૮ ટકા જેટલી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ૧૬૭૯૯ મેગાવોટ વીજળીની ડિમાન્ડને જ સંતોષી શકે તેવી સ્થિતિમાં છે. ગુજરાતમાં […]

Continue Reading

બ્રિટિશ PM બોરિસ જોનસન રિવરફ્રન્ટ ફેસિંગ હોટેલના બુલેટપ્રૂફ સ્યૂટમાં રોકાશે.

પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન અમદાવાદથી તેમની ભારત યાત્રા શરૂ કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાત રિજન્સીમાં રોકાશે. તેમનો બુલેટપ્રુફ સ્યુટ રિવરફ્રન્ટ ફેસિંગ છે. બ્રિટિશ ડેલિગેશન માટે હોટેલના 9મા અને 10મા માળ સહિત 80 રૂમ બુક કરવામાં આવ્યા છે. હાલમાં બ્રિટિશ વડાપ્રધાન […]

Continue Reading

‘સરકાર આપને દ્વાર યોજના’ ફરી શરૂ કરાશે,રાજ્ય સરકારની 24 યોજનાઓની માહિતી આપવા અધિકારીઓ દોડશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની અવરજવર રાજ્યમાં વધી રહી છે. ભાજપ દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક પછી એક કાર્યક્રમો ગોઠવાઈ રહ્યાં છે. આ જોતાં રાજ્યમાં ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. બીજી તરફ રાજ્ય સરકારે […]

Continue Reading