અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ : ફેક્ટરીમાં સોલવન્ટને કારણે આગ વધુ ફેલાઈ, ફાયરની 13 ગાડીઓ ઘટનાસ્થળે; દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

અમદાવાદના વટવા જીઆઇડીસી ફેઝ 1માં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફેક્ટરીમાં સોલવન્ટ હોવાના કારણે આગ વધારે ફેલાઈ છે. જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો છે. આ […]

Continue Reading

અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન  ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.

તા.29/07/2024 નાં રોજ અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન  ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા નાં પ્રમુખ, પ્રેરણાસ્ત્રોત અને પથદર્શક શ્રી ચિરાગ દાદા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ જય દાદા ફાઉન્ડેશન  ની સમગ્ર ટીમ એક નવાં વિચાર સાથે આગળ વધી રહી છે. આજ નાં સમય માં અસંખ્ય લોકો અનેક પ્રકાર નાં માનસિક તણાવ […]

Continue Reading

‘તારું IPS બનવાનું સપનું પૂરું કરજે’ : ફાયનાન્સના રીકવરી એજન્ટોના ત્રાસથી અમદાવાદના વેપારીએ જીવન ટૂંકાવ્યું,

10 પાનાની સુસાઈડ નોટ લખીને અમદાવાદના વેપારીએ જીવન ટૂંકાવ્યું, વડોદરા શહેર નજીક દુમાડ ચોકડી પાસે આવેલ હોટલના 106 નંબરના રૂમમાં અમદાવાદના વેપારીએ આર્થિક ભીંસમાં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં વેપારીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર અમદાવાદની જના સ્મોલ ફાયનાન્સના રિકવરી એજન્ટો, વ્યાજખોર પિતા-પુત્ર સહિત 4 વ્યક્તિઓ સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. વેપારીએ […]

Continue Reading

વ્યાજ ખોરો એ વધુ એક જીવ લીધો.. સુસાઈડ નોટ / ‘મારા મોત માટે આ લોકો જવાબદાર’, વ્યાજખોરોને કારણે મોભીએ મોત વ્હાલું કર્યું,

વ્યાજખોર શખ્સોના ત્રાસથી ફરી એકવાર એક વ્યક્તિ ને મોતને વાહલું કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ વખતે અમદાવાદના વાસણા વિસ્તારમાં વ્યાસખોર શખ્સોના ત્રાસના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, પોલીસે તપાસ દરમિયાન સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. અને તપાસ દરમિયાન ત્રણ વ્યાજખોર શખ્સોની ધરપકડ કરી છે. પંચમહાલ જીલ્લા ના કાલોલ , હાલોલ , ગોધરા […]

Continue Reading

કાલોલ ના MLA ફતેસિંહ ચૌહાણે કર્યો હતો વાણી વિલાસ, જલારામ બાપા અને સાંઈ બાબા અંગે કરી હતી ટિપ્પણી..

. :: પંચમહાલ મિરર ડેસ્ક :: સોશિયલ મીડિયા માં વીડિયો વાઇરલ થતાં ઉઠ્યો હતો વિરોધ… અંતે ધારાસભ્ય એ માફી માગી … પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એક વાર મોટા વિવાદમાં સપડાયા છે. પોતાના નિવેદનોને લઈ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા ફતેસિંહ ચૌહાણ આ વખતે જલારામ બાપા અને સાંઈબાબા અંગે ટિપ્પણી કરીને […]

Continue Reading

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કો ને વિવિધ નિયમના ભંગ બદલ કાર્યવાહી,RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ.

પંચમહાલ મિરર ડેસ્ક. / RBIએ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ વિવિધ નિયમોના ભંગ બદલ બેન્કોને આ દંડ ફટકાર્યો છે. RBIએ રાજ્યની વિવિધ બેન્કોને ફટકાર્યો દંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને વિવિધ નિયમોના ભંગ બદલ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. […]

Continue Reading

ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ્દ! – GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ..

પંચમહાલ મિરર. | | ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા.13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, […]

Continue Reading

ગુજરાત : ફિલ્મ સેન્સર બોર્ડની બ્રાન્ચ રાજ્યમાં સ્થાપવા માટે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની માંગ..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ – ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. ગુજરાતી, રાજસ્થાની કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. તમામ નિર્માતાઓની માંગ હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સ્થાનિક કમીટી બનાવવામાં આવે. […]

Continue Reading

રાજ્યમાં બોગસ વિઝા ડોકયુમેન્ટ ના આધારે કબૂતર બજી નો પર્દાફાશ.. વધુ વિગત વચો.

પંચમહાલ મિરર ડેસ્ક. આજકાલ લોકોને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યું છે, ત્યારે દામ, દંડ, ભેદ ગમે તેમ કરીને લોકો ત્યાં પહોંચવા માંગે છે. અમેરિકા-કેનેડા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસવાના કિસ્સામાં અનેક વખત ગુજરાતના જ એજન્ટોની ભૂમિકા ખુલી રહી છે. તેવા સમયે રાજયમાંથી બોગસ વિઝા ડોકયુમેન્ટનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઈમ દ્વારા રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, વડોદરા […]

Continue Reading

રાજ્યમાં સ્કૂલોના ખર્ચા 40 ટકા વધ્યા હોવાથી ખાનગી સ્કૂલોના ફી સ્લેબમાં 35 ટકા વધારો કરો.

ગુજરાતમાં કોરોનાકાળમાં સ્કૂલ ફીને લઈને અનેક વિવાદો સામે આવી ચૂક્યાં છે. ત્યારે રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા FRCમાં દરખાસ્ત કરીને ફી વધારવા મંજુરી માંગવામાં આવી છે. બીજી બાજુ FRC દ્વારા ખાનગી સ્કૂલોનો ફીનો સ્લેબ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ફીના સ્લેબ પ્રમાણે પ્રિ પ્રાયમરીથી ધો.12 સાયન્સ સુધીની ફી 15 હજારથી 30 હજાર સુધી છે. જેમાં […]

Continue Reading