ખેડા જિલ્લામાં 30 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદના છાંટા પડયાં.

હવામાન વિભાગની આગાહીના પગલે ખેડા જિલ્લામાં ગત્ રોજ રાત્રેે કમોસમી વરસાદના અમીછાંટણા થયા હતા. ૨૦ થી ૩૦ કિમીની ઝડપે ફુંકાતા પવનને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યુ હતું. વહેલી સવારે જીલ્લાવાસીઓએ ઉનાળાની ઋતુમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે પણ વહેલી સવારથી જિલ્લામાં આકાશમાં વાદળો ઘેરાયેલા જ જોવા મળ્યા હતા. આખો દિવસ વાદળો અને સુરજદાદા વચ્ચે સંતાકૂકડી રમાતી […]

Continue Reading

ભાવનગર ટ્રાન્સપોર્ટ એસો.એ ભાડામાં 7 થી 8 ટકાનો વધારાનો નિર્ણય કર્યો.

અન્ય જિલ્લાની સાથો સાથ ભાવનગર ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા મોંઘવારીના માર વચ્ચે ડિઝલના વધારા તેમજ ટોલ ટેક્સના વધારાને લઇ ભાડામાં ૭ થી ૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બજારમાં મળતી મોટાભાગની વસ્તુ બહારગામથી આવતી હોય છે તો ક્યાંક સ્થાનિક વસ્તુ બહારગામ જતી પણ હોય છે. માલની હેરફેર માટે મહત્વની ભૂમિકા ભજવતું ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર […]

Continue Reading

17 વર્ષ નોકરી કરી અને 2 લાખ પગાર મેળવ્યો, નિવૃત્તિ સમયે શાળાને 35,000નું કૂલર આપ્યું.

જૂનાગઢની શાળામાં મધ્યાહન ભોજનના મહિલા કર્મીએ કુલર ભેટ આપ્યું હોય હવે શાળાના બાળકોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. આ અંગે શહેરની ડો. આંબેડકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય વિનયભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં જયાબેન જયંતિભાઇ રાવલીયા સેવા આપતા હતા જેનો મામુલી માસિક 1,000 પગાર હતો. દરમિયાન 17 વર્ષ નોકરી કરી […]

Continue Reading

ચરોતરમાં માવઠું, 1.10 લાખ હેક્ટરમાં ઉભેલાં ઉનાળું પાક પર તોળાતું જોખમ.

આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બુધવાર રાત્રે અને ગુરૂવાર સવારે ખેડા જિલ્લાના કેટલાંક તાલુકામાં સામાન્ય માવઠું અને આણંદ જિલ્લામાં હળવા છાંટા વરસ્યા હતા. જેના કારણે ચરોતરમાં 1.10 લાખ હેક્ટરમાં ઉનાળું પાક પર જોખમ ઉભું થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ચરોતરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. […]

Continue Reading

RTE દ્વારા ધો.1માં વિનામૂલ્યે પ્રવેશની કુલ 1919 બેઠક માટે 7436 ફોર્મ મંજૂર.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં કુલ પ્રવેશ ક્ષમતાના 25 ટકા મુજબ વિનામૂલ્યે એડમિશન માટે નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 8530 ફોર્મ ભરાયા હતા જ્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓમાં કુલ પ્રવેશ ક્ષમતા 1919ની છે. કુલ 7436 ફોર્મ મંજૂર થયા છે. આરટીઇ અંતર્ગત […]

Continue Reading

પાંચમી મેથી ભાવનગર-મુંબઇ વચ્ચે દૈનિક ફ્લાઇટ શરૂ કરાશે.

ભાવનગરથી તમામ મોટા શહેરોની હવાઇ સેવાઓ કપાઇ ગયા બાદ સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.5મી મેથી ભાવનગર-મુંબઈ માટેની દૈનિક ફ્લાઇટ (શનિવાર સીવાય)શરૂ કરવામાં આવનાર છે, સ્પાઇસ જેટ દ્વારા બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે, અને બૂકિંગ શરૂ પણ થઇ ચૂક્યુ છે. તા.5મી મેથી સવારે 07:55 કલાકે પૂનાથી ઉપડી વિમાન સવારે 09:05 કલાકે ભાવનગર આવી […]

Continue Reading

જેતપુરમાં છપ્પનભોગનાં દર્શને ભાવિકો ઊમટ્યાં, આજે વિષ્ણુ ગૌપુષ્ટિ પાનનો પ્રારંભ

જેતપુર શહેરમાં સોમયજ્ઞનાં આયોજનથી વૈષ્ણવભક્તોમાં હરખની હેલી ચડી છે. આવું ભવ્ય આયોજન સર્વપ્રથમ વખત થયેલું હોય યજ્ઞ સ્થળે છપ્પનભોગના દર્શનથી વૃંદાવન જેવો માહોલ બની ગયો હતો. આજે સવારે ૮ કલાકથી વિષ્ણુ ગૌપુષ્ટિ પાનનો પ્રારંભ થશે. જય પાર્ક ખાતે યોજાયેલા સોમયજ્ઞમાં સાંજે છપ્પનભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો હતો. તેનું મહત્વ સમજાવતાં વૈષ્ણવાચાર્ય રઘુનાથ લાલજી મહારાજે જણાવ્યું હતું […]

Continue Reading

યાત્રીઓને પર્યાવરણ માટે જાગૃત્ત કરતું દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન ઉધના હવે પ્રથમ સ્પેરો ઝોન પણ બની ગયું.

ઉધના રેલવે સ્ટેશન દેશમાં એક માત્ર એવું સ્ટેશન છે કે જેને ગ્રીન રેલવે સ્ટેશન તરીકે વિકસાવાયું છે. સ્ટેશનને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શનની થીમ પર મોડેલ સ્ટેશન બનાવાયું છે. પેઈન્ટિંગ્સ અને ગ્રીન ગેલેરીથી રોજ 16 હજારથી વધુ લોકોને પર્યાવરણ માટે જાગૃત કરે છે. 4500થી વધુ પ્લાન્ટ્સ અને ટ્રીઝ રોપાયા છે. દેશનું પ્રથમ સ્પેરો ઝોન […]

Continue Reading

સુરતમાં રોજનો 91 હજાર ટન કાર્બનડાયોક્સાઇડ સોસવા 4 લાખ વૃક્ષ જોઈએ, હજુ 90 હજારની ઘટ.

આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે. સુરત ભલે ફાસ્ટ્ેસ્ટ ગ્રોઇંગ સિટી છે પણ સુરતીઓ દ્વારા કરાતા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન સામે હજી પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. તજજ્ઞોના મતે સુરતમાં રોજનો 91 હજાર ટન કાર્બનડાયોક્સાઇડ સોસવા 4 લાખ વૃક્ષ જોઈએ જેની સામે 3 લાખ આસપાસ વૃક્ષ હોવાથી હજુ 90 હજારની ઘટ છે. નર્મદ […]

Continue Reading

અદાણીએ કહ્યુંકે ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રે બ્રિટનની કંપનીઓ સાથે કામ કરીશું.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ગુરુવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અમદાવાદના શાંતિગ્રામ સ્થિત અદાણી ગ્રૂપના ગ્લોબલ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. બેઠક બાદ ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને રિન્યુએબલ, ગ્રીન હાઇડ્રોજન અને ન્યૂ એનર્જી પર ફોકસ કરીને જળવાયું પરિવર્તન તથા ટકાઉ વિકાસ ક્ષેત્રે બ્રિટન સાથે સહકાર સાધવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે ડિફેન્સ અને એરોસ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે […]

Continue Reading