બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિજયસિંહ.બી.વસાવા જેમણે નર્મદા જિલ્લામાં દરેક ગામના વિકાસ માટે ના કામોમાં તેમજ નાંદોદ તાલુકાના કુંવરપરા ગામ મા વર્ષોથી રસ્તાની સમસ્યા હતી એ રસ્તો પણ આપ સાહેબના સહયોગથી ખૂબ સારી રીતે રસ્તાનું કામચાલી રહ્યું છે અને તિલકવાડા તાલુકામાં તિલકવાડા ગામ થી મણીનાગેશ્વર મહાદેવના મંદિર તરફ જતો રસ્તો જે ૧૪ ગામને જોડતો રસ્તો આપ સાહેબ શ્રી ના સહયોગથી એ બનાવવામાં આવ્યો એમાં પણ આપ સાહેબનો ખૂબ મોટો સિંહફાળો છે એ બદલ આપનો ખુબ ખુબ આભાર અને ખૂબ સારી રીતે પોતાનું યોગદાન આ જિલ્લામાં આપ્યું છે. નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિજયસિંહ.બી.વસાવાને આજ રોજ તેમનો સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ જીતેન્દ્રભાઈ ભીલ, તિલકવાડા તાલુકા પ્રમુખ અરૂણભાઇ તડવી, ગરૂડેશ્વર તાલુકા પ્રમુખ શીતલબેન તડવી આમ તમામ પ્રમુખ દ્વારા વિદાય સમારોહ માં શુભેચ્છાઓ પાઠવી આવનારા દિવસોમાં આપ જ્યાં પણ સરકારના આદેશ મુજબ આપની ફરજ બજાવશો અને ખુબ જ સારી રીતે આવનારા દિવસોમાં આપ આપની જવાબદારી નિભાવશો અને દરેક પ્રજાના પ્રશ્નો ખૂબ સારી રીતે અને સરળતાથી નિરાકરણ લાવશો અને પ્રજાની સેવા કરશો અને આપ હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ રહેશો અને આવનારા દિવસોમાં આપ સાહેબના જે પણ કઈક સ્વપનાઓ હશે એ દરેક સ્વપનાઓ પૂર્ણ થાય તેવી તાલુકા તેમજ જિલ્લાના સરપંચ પરિષદ ની ટીમ દ્વારા સાહેબને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.