રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગકેન્દ્ર મા એક વ્યક્તિ એ બાજપાઈ બંકેબલ યોજના હેઠળ રૂ ૨ લાખ ની લોન માગી હતી અને લોન ની સબસિડી મંજૂર કરવા માટે લાભાર્થી ધક્કા ખાતો હતો અને સબસિડી મંજૂર કરાવવા માટે સુપરવાઈઝર જીતુભાઈ સોલંકી એ લાંચ ની માગણી કરી હતી. ત્યારે લોન લાભાર્થી એ લાંચ ની રકમ આપવી ના હોય લાભાર્થી એ છોટાઉદેપુર એ.સી.બી ઓફિસ માં ફરિયાદ કરી હતી લાભાર્થી ને જિલ્લા ઊધોગકેન્દ્ર ના સુપરવાઈઝર જીતુભાઈ સોલંકી એ માગેલ ૪૦૦૦ ની લાંચ લેવા એસ. ટી. ડેપો પાસે આવવાનું કહ્યું હતું ત્યારે એ.સી.બી. પી.આઈ કે.કે.દિંડોરે એ ત્યાં પહોંચી રૂ ૪૦૦૦ ની લાંચ લેતા જીતુભાઈ સોલંકી ને પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.