રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ગુજરાત ખેત ઉત્પાદન બજાર અધિનિયમનની ગુજરાત સરકાર દ્વારા ખેડુતોના હિતમાં સ્થાપના કરવામાં આવી હતી જેથી ખેડુતોને આર્થિક લાભ સાથે વેપારીઓના ભાવોમાં નિયંત્રણ હતું જે બાબતે વટ હુકમ ૨૦૨૦માં ૨૬ જેટલા સુધારા કરવામાં આવતાં ખેડુતોને નુકશાન થશે સાથે કર્મચારીઓને પણ નુકશાની થવા પામીછે જે બાબતનો વિરોધ સરકાર સામે વ્યક્ત કરવા કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ૧૩ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર સાથે માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો સાથે કર્મચારીઓએ બજાર સમિતિના કર્મચારીઓને સેલેરી પ્રોટેક્શન મળે તેમજ બજાર સમિતિના કર્મચારીઓ રાજ્ય સેવક ગણાય છે જેથી અન્ય કર્મચારીઓની જેમ આ કર્મચારીઓને લાભ મળવો જોઇએ તેવી માંગણી કરવામાં આવીછે જે માંગણી નહી સંતોષાયતો પ્રતિક ઉપવાસ બજાર બંધનું એલાન તથા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી સાથે અપાશે મુખ્ય મંત્રીને આપશે આવેદનપત્ર આપવાનું હોવાનું જણાવ્યુંં હતું