રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડા એ મુખ્યમંત્રી ને પત્ર લખી માંગ કરી છે કે ગુજરાત રાજ્ય સરકાર ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા જોઈએ . ટેકનિકલ વર્ક હોવાથી તેમજ ખૂબ જ વધુ પ્રમાણમાં અને અનેક ગામડાઓની કામગીરી સંભાળતા હોઈ ત્યારે ગ્રામસેવકોને પણ ૪૨૦૦ નો ગ્રેડ પે મળવો જોઈએ . ગ્રામસેવકોને ૪૨૦૦ નો ગ્રેડ પે આપી સરકારે ગ્રામસેવકોને અને કૃષિ તેમજ વિકાસના કામોમાં મહત્વની ભૂમિકા ભજવતા ગ્રામસેવકોની માંગણીઓ સ્વીકારી ન્યાય આપવો જોઈએ . તેવી માંગ કરી છે.હવે સરકાર કેવો નિર્ણય લેય એ આવનારો સમય જ બતાવશે.