રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા ના કલ્યાણપુર તાલુકા વિસ્તાર અને તેના ગામડા પાણીમા તરબોળ હતા સરકાર કે સરકાર ના માણસો પણ આવી ના શકે તેમ હતા ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડતા નદીઓ ગાંડી તુર બની હતી અને ડેમોના પાટીયા પણ એકી સાથે ખોલવાની ફરજ પડી હતી ત્યારે કલ્યાણપુર ના જામરાવલ નો ધેળ પંથક,સંદ્વાવાડા,ગોરાણા,સુર્યાવદર,દુમથર જેવા અનેક ગામોના ખેતરો પાણીમાં સમાધી લીધી હોય તેમ સમાય ગયા હતા ત્યારે સાંસદ પુનમબેન પુર્વ ધારાસભ્ય પબુભા માણેક અને જામરાવલ શહેરના મહામંત્રી રાણાભાઈ જમોડ દ્વારા સરકાર ને પત્રો લખી તાત્કાલિક સર્વે થાય તેમ જણાવતા ની સાથે જ ખેડૂતો ની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી વીજય ભાઈ રુપાણી તથા નીતિન ભાઈ પટેલ દ્વારા સર્વે કરતી ટીમ તથા સચિવ ને સાથે અનેક અધિકારીઓ તથા પદાધિકારીઓનો કાફલો ખેડૂતોના ખેતરો મા સર્વે કરતા જોવા મળ્યા હતા ત્યારે ખેડૂતો દ્વારા અધિકારીઓને જણાવ્યું હતુ કે આ વિસ્તારના ખેડૂતો ને જે સરકાર દ્વારા ધોવાણ તથા પાક નીષ્ફળ ગયો તેનુ વહેલી તકે સર્વે કરી એક પેકેજ તૈયાર કરી ખેડૂતોના હીતમા કામ થાય તેવી માંગણી કરવામાં આવી હતી.
જ્યારે અમુક ખેડૂતો એ પોતાની વ્યથા પણ અધિકારીઓ પાસે ઠાલવી હતી અને કહ્યુ સાહેબ અમારી પાસે બીયારણ ના પણ હવે પૈસા નથી ત્યારે સચિવ તથા હાજર રહેલ અધિકારીઓ દ્વારા હૈયાધારણા આપી હતી અને સર્વે ના અધિકારીઓ દ્વારા ધોવાણ તથા પાક નીષ્ફળ ગયા હોય તેવા ગામડા ની યાદી પણ તૈયાર કરાય છે જેમા આવનાર સમય મા વળતર મળી રહેશે તેવી આશા ખેડૂતો ને બંધાઈ છે.
