રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ચાઇના વિરોધી સૂત્રોચ્ચાર કરાયાં આવ્યા હતા અને વેપારીઓ ને અપીલ કરી હતી. હાલ ભારત અને ચાઇના વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ચાઇના દ્વારા દેશ ના જવાનો ને શહિદ કરાયા છે ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ચાઇના પ્રોડક્ટ નો વિરોધ કરાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા રાજપીપળા ના સફેદ ટાવર ખાતે ચાઈનીઝ બનાવતો નો વિરોધ સાથે ચાઇના વિરુદ્ધ દેખાવો કર્યા હતા ઉપરાંત ચાઇના ની બનાવટ ની ચીજ વસ્તુઓ ન ખરીદવા લોકોને આહવાન કર્યું હતું તેમજ સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદી દેશ ને મજબૂત બનાવવા આહવાન કરાયું હતું. તેમાં મહેશ ભાઈ ઋષિ ,પ્રવીણસિંહ ગોહિલ ,દીપલભાઈ સોની, સુજલ ભાઈ મિસ્ત્રી ,યોગેશભાઈ પટેલ , પ્રેમ સિંહ વસાવા,કિંજલબેન તડવી હાજર રહી ને ચાઈના નો બહિષ્કાર કર્યો હતો અને પોલીસ અધિકારી ઓ નો સાથ સહકાર સારો મળ્યો હતો તેવું જણાવ્યું હતું. આ બાબતે અખિલબ જણાવ્યું હતું કે ચાઇના ની ચીજવસ્તુઓ ખરીદવાનું બંધ કરવું જોઈએ બહિષ્કાર કરવો જોઈએ કેમકે અપને ચાઇનની ચીજ ખરીદીએ તો સીધે સીધો ફાયદો ચાઇના ને થાય એ મજબૂત બને અને ભારત સામેજ લશ્કર મૂકી આપણને નુકશાન કરે છે જેથી અપડે સ્વદેશી ચીઝ વસ્તુઓ વાપરવી જોઈએ જેથી આપણો દેશ મજબૂત બની શકે.