નર્મદા: રાજપીપળા કાછીયાવાડમાં રહેતા નિવૃત ના.મામલતદાર અને તેમના પત્ની કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની પત્નીનું મોત.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા કાછીયા વાડમાં રહેતા નિવૃત ના.મામલતદાર અને તેમના પત્ની કોરોના પોઝીટીવ આવ્યા બાદ પત્નીનું મોત થતા જોકે પત્ની નું કોરોના ના કારણે નહિ બલ્ક ડાયાબીટીસથી મોત થયું. આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા ખાતે જ મૃતકની અંતિમ વિધિ કરાઈ : ચાર સબંધીઓ ની જ હાજરી રહી અંતિમ વિધિ કરી હતી. રાજપીપળા કાછીયા વાડના દંપતી કોરોના પોઝીટીવ આવ્યા બાદ વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયા હતા જ્યાં પત્નીનું મોત થયું થઈ ગયું હતું. જોકે આ મહિલાનું કોરોનામાં નહિ પરંતુ ડાયાબીટીસના કારણે મોત થયાનું આરોગ્ય વિભાગ નું કહેવું છે,મળતી માહિતી અનુસાર રાજપીપળા કાછીયા વાડમાં રહેતા નિવૃત ના.મામલતદાર નગીનભાઈ પટેલ અને તેમના પત્ની ઉષાબેન કોરોના પોઝિટિવ આવતાજ વડોદરા ખાતે સારવાર હેઠળ હતા જ્યાં ઉષાબેન પટેલ (ઉં.વ.૬૧) નું મોત નિપજ્યું હતું. ઉષાબેન નું ડાયાબીટીસ ના કારણે મોત થયું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.જોકે આ દંપતી વડોદરા માં દાખલ હોય તેમની નર્મદા જિલ્લા માં ગણતરી ન થાય એમ પણ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું.

પરિવારજનોને રાજપીપળા ખાતે તેમના મોતની જાણ કરાતા ચાર પાંચ સગા વડોદરા ખાતે દોડી ગયાં હતાં.ત્યા નીતિનિયમોનુસાર આરોગ્ય વિભાગ દ્વારા જ મૃતક ના અંતિમ સંસ્કાર કર્યા વડોદરા ખાતે જ કરવામાં આવ્યા હતા. પૂર્વ નાયબ મામલતદાર નગીનભાઈ હજી પણ વડોદરા ખાતેના દવાખાનામાં સારવાર હેઠળ છે.આમ રાજપીપળા ના સ્થાનિક રહીશનુ વડોદરા ખાતે કોરોનાની મહામારીમા બાદ મોત નીપજતા રાજપીપળા ખાતે શોક ની લાગણી ફેલાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *