રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિકક્ષક એમ.એસ.ભાભોર ની સૂચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લા એમ.પી.બોર્ડર ને અડી ને હોઈ જેથી બોર્ડર ને અડી ને આવેલ પોલીસ સ્ટેશન વિસ્તરો માં સધન પેટ્રોલિંગ કરવા સૂચના અને માર્ગદર્શન આપવા માં આવેલ જે અનુ સાંધાને નાયબ પોલીસ અધિક્ષક એ.વી કાટકડ ને બાતમી મડેલકે એમ.પી ના કનઠારી ગામ તરફ થી એક સફેદ કલર ની બોલેરોગાડી મા ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ભરી ખતીયાવાત તરફ આવી ર હેલ છે તેવી બાતમી ને આધારે નાયબ પોલીસ અધિક્ષક એ.વી કાટકડ ના ઓએ તેઓના તાબા હેઠળ ના પોલીસ કર્મચારી ઓને બાતમી ની હકીકત થી વાકેફ કરતા સદર ટિમ દ્વારા પણવડ પોલીસ સ્ટેશન વિસ્તાર મા વોચ નકાબધી કરવામાં આવેલ અને બાતમી હકીકત વળી બોલેરોગાડી આવતા તેને કોર્ડન કરી રોકવાની કોશિશ કરેલ પરંતુ ગાડી ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ નહિ જેથી તેનો પીછો કરી ગાડીચાલક ને પકદીપડવામાં આવેલ સદર ગાડી ચાલક નું નામથામ પૂછતા તેને પોતાનું નામ બાલુભાઈ ગમતીયભાઈ રાઠવા રહે ડુંગરગામ તા કવાંટ જી છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ સદર બોલેરો ગાડી માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નગ 1600 ની કિંમત રૂ 2,65,020 તથા બોલેરો ગાડી ની કિંમત રૂ 4,00,000 મડી કુલ કિંમત રૂ 6,65,020 નો મુદ્દામાલ કબ્જે કરી એક ઈસમ ની ધરપકડ કરીછે પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.