રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો જુનામાલનીયાદ,સુખપર,દેવળીયા ભલગામડા દિધડીયા ચરાડવા શકિત નગર સહિત ગામોમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
હળવદમાં શુક્રવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો મારતાં હળવદ તાલુકાના સુખસર ભલગામડા દિધડીયા ચરાડવા શક્તિનગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટુ પડયુ હતું.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ વરસાદદી ઝાપટુ પડતા હળવદ પંથકમાં આજુબાજુના ગામોમાં ઠંડુગાર વાતાવરણ સર્જાયું હતું વરસાદે વિરામ લીધા બાદ ગરમી બફારો સર્જાયો લોકો ત્રાહિમામ પોકારી ગયા.