રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
ખાંભા તાલુકાના કાતરપરા અને જીવાપર વચ્ચે આવેલ ક્રોઝવે પુલ પર થી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઈંટો ભરેલ ટ્રેક્ટર નીચે ખાબકયુ હતું. ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ થતા ટળી હતી પણ નાળા ની બન્ને બાજુ ઢાળ હોવાથી અવાર નવાર નાળા પર થી વાહન નીચે ખાબકે છે. ગયા વર્ષે એસ.ટી.બસ પણ નીચે ખાબકી હતી.