રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
વેરાવળ માં આજે બપોરના સમયે મિસ્કીન કોલોનીમાં રહેતા એક વૃદ્ધાનું તેના પુત્રએ ઉશ્કેરાટમાં આવી લાકડાના ધોકા કે વડે આડેધડ ઘા મારી હત્યા નીપજાવતા પોલીસે પુત્રની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વેરાવળમાં મિસ્કીન કોલોનીમાં રહેતા મેમુદાબેન અલરખા સેલત તુરકઉ. વ.૬૫ ની આજે બપોરે તેના જ પુત્ર સાજીદે ઉશ્કેરાટમાં કોઈ બોલાચાલી થતાં લાકડાના ધોકા અથવા અન્ય હથિયારથી ચહેરા પર અને માથામાં આડેધડ ઘા મારી હત્યા નીપજાવતા સનસનાટી મચી ગઇ હતી. મેમુદાબેન પાંચ પુત્ર ના પરિવારમાં તે ત્રણ સંતાનો સાથે રહેતી હતી . હત્યા બાદ ઇમરાન નામના પુત્ર નજીકમાં જ રહેતા મુસ્તાક નામના પુત્ર પાસે જઇ સાજીદે તેની માતાને લગાડી દીધું છે તેમ જણાવી ત્યાં લઈ ગયો હતો. ત્યારબાદ મેંમુદ્દાબહેનના મૃતદેહને વેરાવળ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનો પીએમ હાથ ધરવાની કાર્યવાહી ચાલુ થઈ હતી .પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપીની અટકની કાર્યવાહી, ફરિયાદ તથા અન્ય તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ભોજન વખતે માતા પુત્રને કોઈ વાતે બોલાચાલી થતા પુત્રએ ગરમ થઈ માતાનું ઢીમ ઢાળી દીધું છે તેમ જણાવ્યું છે.