રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદના દરીયા કિનારે આવેલું પૌરાણિક મંદીરે દર વર્ષ જાફરાબાદ તાલુકાના વઢેરા,બલાણા,ગામ સ્વયંભુ બંધ પાળી સરકેશ્રવરદાદા ને જળ થી મુજવવામા આવે છે આ વિસ્તારમાં વરસાદ ના પડે પછી ખેડુતો અહીં ભોળાનાથ ને પાણી થી મુજવે છે અને ત્યાંર બાદ સારો વરસાદ પડે છે
કાલે સવારે જળ અભિષેક કરવામાં આવ્યો અને રાત થી વાતાવરણ માં પલટો આવ્યો અને ૩ વાગાથી ધીમે ધારે મેઘ રાજાની પધરામણી થઈ. જાફરાબાદ તાલુકાના ગામો માં ઘણા દિવસ બફારા બાદ મેઘરાજા ની ધીમે ધારે ધમાકે દાર એન્ટ્રી થઈ હતી.આજ રોજ બાબરકોટ,વરાશરૂપ,ભાકોદર,વાઢેર,કડિયાળી,બલાના,રોહિશા,જેવા વગેરે ગામો માં મેઘ રાજા ની પધરામણી થતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.