રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા “સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય પર વ્યાખ્યાન માળામાં છઠ્ઠા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનના મુખ્ય વક્તા ડો. કૃણાલ જોષીએ “પુરાણ સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. પુરાણોમાં રહેલી વિવિધ કથાઓના ઉલ્લેખ સાથે એમણે પ્રહ્લાદ વગેરે ભક્તોના ઉદાહરણ આપીને પુરાણ સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ ઘડતર થાય તે વિશે વાત કરી હતી.સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી, કુલસચિવશ્રી, તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાનનો લાભ મેળવ્યો. આ વ્યાખ્યાનનું જીવંત પ્રસારણ સાંજે ૦૫ થી ૦૬ વાગ્યે યુનિવર્સિટીના ફેસબુક પેજ પર કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો જોડાયા હતા.