રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના ધાનપુર મુકામે આજે છોટાઉદેપુર જિલ્લા ના અધિકારીઓ દ્વારા માખનિયા રેસ્ક્યુ સેન્ટર ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર સુજલમયાત્રા,જિલ્લા વિકાસધિકારી મિહિરપટેલ,અધિક કલેક્ટર બોડેલી સિવાની ગોએલ,નાયબ વનસરક્ષણ નિલેશપંડયા ની ઉપસ્થિતિમાં આ રેસ્ક્યુ સેન્ટર ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા માં 56 રિછ,84 દીપડા અને બીજા નાના મોટા જાનવરો આવેલા છે જેમાં રિછ,દીપડા અને બીજા જાનવરો ને ઇજા થયેલ હોઈ તે જાનવરો ને હવે થી માખનિયા રેસ્ક્યુ સેન્ટર માં સારવાર મળી રહેસે ચીફ વાડ લાલ ટીકાદર સાહેબ ના સહયોગ થી આ રેસ્ક્યુ સેન્ટર મંજુર થયું છે અને મુખ્ય વનસંરક્ષણ આરાધના શાહ ના માર્ગદર્શન હેઠળ આ રેસ્ક્યુ સેન્ટર ની કામગીરી કરવામાં આવી છે.