એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા કોરોના પોઝિટીવ અને કોરોના શંકાસ્પદ દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દર્દીઓના સંબંધીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓને જમવાનું કે પીવાનું પાણી નથી આપવામાં આવતુ એટલે બહારથી જ વ્યવસ્થા કરવી પડે છે.સમસ્યા એ છે કે એક તરફ કોરોના પોઝિટીવ દર્દીઓના સંબંધીઓને ક્વોરેન્ટાઇન કરવાનો આદેશ કરાયો છે અને તેમને ઘરની બહાર નહી નીકળવા કહેવામાં આવ્યુ છે આવા સંજોગોમાં આઇસોલેશન વોર્ડમાં દર્દી માટે જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા કોણ કરે એ મોટી મુશ્કેલી ઉભી થઇ છે કેમ કે હવે તો લોકો પણ આઇસોલેશન વોર્ડ પાસે જતા ડરે છે.
ઉલ્લેખનિય છે કે આઇસોલેશન વોર્ડમાં દર્દીને એમ પણ બહારનું જમવાનુ તથા બહારથી મંગાવેલ પાણી આપવા પર પ્રતિબંધ હોય છે તેમ છતાં એસએસજી હોસ્પિટલમાં દર્દીઓને હોસ્પિટલ તરફથી જમવાનું તો ઠીક પીવાનું પાણી પણ અપાતુ નથી.