જૂનાગઢ: કેશોદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં કોંગ્રેસે સુત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ તાલુકા કોંગ્રેસના આગેવાનીમાં આજરોજ કેશોદ મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતુ જેમાં જણાવ્યું હતુ કે હાલ કોરોના મહામારી માં લોકડાઉન ના કારણે દેશ અને રાજય સહિત જૂનાગઢ જિલ્લા ની ગરીબ અને મધ્યમવર્ગીય જનતા આર્થિક રીતે અતિ પાયમાલ થઇ ગયેલ છે. અને આજ દિન સુધી માં સરકારશ્રીએ આવા જરૂરિયાત મંદ લોકોને કોઈ જાતની આર્થિક સહાય કરેલ નથી જેના કારણે આ લોકોનું જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બનેલ છે. આવી કપરી સ્થિતિ નો ગરીબ અને મધ્યમવર્ગીય જનતા સામનો કરી રહી છે. ત્યારે રાજય અને કેન્દ્ર સરકાર તરફથી લોકોને રોજીંદા જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ રાંધણગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ ના ભાવ ગુજરાત સરકાર ના ટેકસ ના કારણે ભાવ આસમાને જય રહ્યા છે. જેનાથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને વધુ એક મોંધવારી ના મારનો સામનો કરવો પડી રહયો છે.

જેથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને પડીયા પર પાટું જેવી સ્થિતિ નું નિર્માણ થયેલ છે જેથી આપની રાજય સરકાર આવા જરૂરિયાત મંદ લોકોને કોવિડ ૧૯ ની મહામારી માં ૬૦ દિવસ ના લોકડાઉન દરમિયાન મહીને માસીક દશ હજાર આર્થિક સહાય લેવાની જરૂરિયાત હતી તેમાથી આપણી સરકાર છટકી રહી છે આવા સંજોગોમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસ ના દિવસે ને દિવસે આપણી રાજ્ય સરકાર દ્વારા તગડા ટેક્સના કારણે વધારાય રહ્યા છે. જેથી તેના પર તમામ ટેક્સ હાલ પુરતો નાબુદ કરવા અને દરેક ગરીબ અને મધ્યમવર્ગના ખાતામાં રૂપિયા દશ હજાર ની રોકડ સહાય જમાં કરાવવા અને અતિ ગરીબ લોકોને ઓગષ્ટ માસ સુધી રાંધણગેસ સિલિન્ડર મફતમાં આપવા આવા જરૂરિયાત મંદ ગરીબ અને મધ્યમવર્ગના લોકો વતી વિનંતી સહ માંગણી સાથે આજરોજ જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *