રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
૯ કરોડથી વધુ રકમના ૪૨૬ કામો મંજુર કરાયા
ગીર સોમનાથ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રભારી મંત્રીશ્રી જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજનની બેઠક યોજાઈ હતી.ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે આયોજન હેઠળ રૂા.૯૮૪૫૬૩૦૦ના ખર્ચે ૪૨૬ કામો મંજુર કરવામાં આવ્યા છે. રોડ-રસ્તા સહિતના જુદા-જુદા વિકાસના કામો હાથ ધરી વહેલીતકે પુર્ણ કરવા માટે સુચના આપવામાં આવી હતી. પ્રભારીમંત્રીશ્રી રાદડીયાએ આયોજનના કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં બાકી રહી ગયેલા વિકાસના કામો તરત પુર્ણ કરવા પર ભાર મુક્યો હતો. વર્ષ ૨૦૨૦-૨૧ માટેના મંજુર થયેલા કામો તુરંત શરૂ કરવા તેમજ મંજુર થયેલ કામો છ માસના સમય મર્યાદામાં શરૂ કરવામાં ન આવે તો રદ કરવા સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, પુંજાભાઈ વંશ, ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, આયોજન અધિકારીશ્રી ભાવનાબા ઝાલા સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.