રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આ વર્ષે વિરમગામ રામોલ મંદિર માં જે રથયાત્રા નીકળતી હતી એ આ વર્ષે નીકળી નહીં ગઈકાલે મંદિરના મહંત રામકુમાર દાસજી એ જણાવ્યું હતું કે રથયાત્રા સમિતિ દ્વારા મંજૂરી માગવામાં આવી છે જો મંજૂરી મળશે તો અમો રથયાત્રા કાઢીશું પરંતુ ભાવિક ભક્તોએ મંદિરમાં જઈ ભગવાન જગન્નાથજીના દર્શન સોશિયલ ડીસ્ટન જાળવી કર્યા
જય રણછોડ જય જગન્નાથ આજે અષાઢી બીજના પવિત્ર દિવસે વિરમગામ રામ મહેલ મંદિરમાંથી છેલ્લા ઘણા વર્ષોથી રથયાત્રા નીકળે છે જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ નગરજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે પરંતુ આ વર્ષે દેશ-દુનિયાની ઉપર કોરોનાની મહામારી ના કારણે આ રથયાત્રા નિકળી ન હતી પરંતુ નિજમંદિરમાં રથને ફેરવવામાં આવ્યો હતો એટલે વિરમગામ શહેર તથા ગામડા ના ભક્તોએ શ્રી રામ મહેલ મંદિર મા આવી ભગવાનની પૂજા વિધિ કરી દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી વિરમગામ ઉપરાંત દેશના અન્ય સ્થળોએ પણ આવી રથયાત્રા નીકળતી હોય છે જે કોરોનાની મહામારી ના કારણે નીકળી શકી ન હતી.