રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
પી.એસ.ઝાલાએ કાયદો અને વ્યવસ્થાનું સખ્ત પાલન કરવા લોકોને કરી અપીલ
હાલમાં સમગ્ર વિશ્વ કોવીડ ૧૯ કોરોના મહામારીના સંક્રમણથી ભયભીત થયુ છે. ત્યારે ભારત ભરમાં પણ કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણથી સાવચેતીના પગલા માટે લોકોએ બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, વારંવાર હાથ ધોવા, ખરીદી કે જરૂરી કામ માટે ઘર બહાર નીકળવાનું થાય તો માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો. વાહન ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી રીતે પાર્ક કરવું સામાજીક મેળાવડા કે ભીડભાડમાં જવાનુ ટાળવું સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની કાળજી રાખવી
અને સરકારશ્રીના આદેશોનુ પાલન કરી કોરોના મહામારીને રાહત આપવા ફરજ નિભાવવા કેશોદના નવનિયુક્ત મહીલા પીએસઆઈ પી.એસ. ઝાલા દ્વારા લોકોને અપીલ કરવામા આવે છે.
કેશોદના નવનિયુક્ત મહીલા પીએસઆઈ પી. એસ. ઝાલા દ્વારા કેશોદ તથા તાલુકા ભરના લોકોને જણાવવામાં આવે છે કે આપની જાણમાં દારૂ જુગાર કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી ધ્યાનમાં આવે તો કેશોદ પોલીસ સ્ટેશન ફોન ૦૨૮૭૧ ૨૩૬૦૯૩ નંબર
પર જાણ કરો. તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તથા જુના કોઈ વાદ વિવાદ હોય તો પણ જાણ કરવી કોઈપણ લોકોએ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવો અને તમામ લોકોએ કાયદો અને વ્યવસ્થાનું સખ્ત પાલન કરે તેવી આશા અને અપેક્ષા સાથે કેશોદના નવનિયુક્ત મહીલા પીએસઆઈ પી. એસ. ઝાલા દ્વારા લોકોને અપીલ કરવામા આવે છે.
કેશોદના નવનિયુક્ત મહીલા પીએસઆઈ પી. એસ. ઝાલા પ્રથમ અમદાવાદમાં ફરજ બજાવી ત્યાર બાદ માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શીલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી જ્યાં પણ ગેર કાયદેસર પ્રવૃતી કરનારાઓને કાયદાનું ભાન કરાવતાં સરાહનીય કામગીરી બદલ લોકોએ ખુબ બિરદાવ્યા હતા.
હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહયા છે. અગાઉ અમદાવાદ શીલ પોલીસ સ્ટેશનમાં નિડર અને નિષ્ઠાથી ફરજ બજાવી ગેર કાયદેસર પ્રવૃતીઓ કરનારા સામે નિડરતાથી કાયદાકીય કાર્યવાહી કરી, ગેરકાયદેસર પ્રવૃતીઓ કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જેથી આવા નિડર અને નિષ્ઠાથી ફરજ બજાવતા મહીલા પીએસઆઈ પી. એસ. ઝાલા જેવા અધિકારીથી શહેરમાં લોકો શાંતીનો અહેસાસ કરી રહયા છે.