રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારત ચીન વચ્ચે થયેલા યુદ્ધ માં શહિદ થયેલા સૈનિકો ને શ્રદ્ધાંજલી તેમજ ચીની પ્રોડક્ટ વિરુદ્ધ પ્લેકાર્ડ તથા નારાબાજી કરી અને ફોટોને પાટા મારીને સોશ્યિલ ડિસ્ટન્સ રાખીને કાર્યકર્તાઓએ સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949 થી વિદ્યાર્થીઓ ના પ્રશ્નો ના નિરાકરણ માટે કટિબદ્ધ રહ્યું છે.તેમજ દેશ માં રાષ્ટ્રહિત માટે અગ્રસર રહ્યું.છે. હળવદ શહેરમાં ચાર રસ્તા પર કાર્યકર્તા મિત્રોએ હાલમાં શહીદ થયેલ વીર જવાનો ને શ્રદ્ધાંજલી આપી હતી એ.બી.વી.પી. દ્વારા યુદ્ધ માં શહિદ થયેલા સૈનિકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી તેમજ ચીનથી આયાત થતી ચીજ વસ્તુઓ તેમજ ચીન દ્વારા ઈન્ટરનેટ ઉપર ચલાવવામાં આવતી એપ્લિકેશન નો ઉપયોગ હંમેશાં માટે બંધ કરાવવા ના સંકલ્પ સાથે સમાજ અને દેશપ્રેમી જનતા ને સ્વદેશી અપનાવોના નારા ,ભારત માતા કી જય, સેના કે સન્માન મેં એ.બી.વી.પી. મેદાન મેં ,વડે માતરમ, વીર શહીદો અમર રહો વગેરે દ્વારા પ્રેરિત કરવા તેમજ ચીની ચીજવસ્તુની આયાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવા સૂત્રોચાર કરી ચીન સામે સખત વિરોધ કરવા મા આવ્યો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે એ.બી.વી.પી.હળવદ નગર અધ્યક્ષ કાર્યકર્તાઓ સહિતના ભારે જહેમત ઉઠાવી હતી.