રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના કેવડીયાકોલોની નર્મદા માતાની મૂર્તિ પાસે પીએસઆઇ શ્રી કે કે પાઠક ની અધ્યક્ષતા માં છેલ્લા એક અઠવાડિયાથી વાહન ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે જે દરમિયાન વાહનચાલકો પાસેથી વાહનોના અગત્યના ડોક્યુમેન્ટ તથા વાહનચાલકો ના આઈડી પ્રુફ ચકાસવામાં આવી રહ્યા છે અને જે લોકોએ માસ ન પહેર્યા હોય તેવા લોકોને સરકારશ્રીના આદેશ મુજબ દંડ કરવામાં આવી રહ્યો છે તથા પીએસઆઇ શ્રી કે.કે પાઠક જાતે જ લોકોને માસ્ક વિતરણ કરી રહ્યા છે અને લોકડાઉંનનો ચુસ્ત પાલન કરવા માટે પણ અપીલ કરી રહ્યા છે અત્યાર સુધીમાં આજરોજ ૩૨ જેટલા લોકોને દંડ ફટકારી રૂપિયા ૬૪૦૦ ની રકમ નર્મદા પોલીસ દ્વારા વસૂલવામાં આવી છે જે એક રેકોર્ડ નોંધાયો છે પી.એસ.આઇ કે.કે.પાઠકની ફરજ દરમિયાન ની આ કામગીરી પ્રસંશનીય તથા વફાદારીનો ઉત્તમ ઉદાહરણ બની છે.