રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
બી.એસ.એફ દ્વારા જવાન ના મૃતદેહ ને સલામી આપી અંતિમ વિધિ કરાઈ..
આજરોજ વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના બીએસએફ માં ફરજ બજાવતા આશિષભાઈ વશરામભાઈ વાલમિયા ચાર દિવસ અગાઉ 14 જુન ના મુત્યુ થયુ હતુ જેથી પરિવાર માં માતમ છવાયો હતો અને આજરોજ તેમના વતન ઘોડીયાલ ગામે તેમના પાર્થિવદેહ ને લવાયો હતો આશિષભાઈ 2012માં બી.એસ.એફ ની નોકરી લાગ્યા હતા તથા હાલમાં પશ્ચિમ બંગાળ ની સોડેપુર બોડૅર ઉપર ફરજ બજાવતા હતા અને આઠ વર્ષ સુધી દેશસેવા કરી રહ્યા હતા ત્યારે આજરોજ પોતાના માદરેવતન તેમની અંતિમ વિધિ માટે તેમના પાર્થિવ દેહ ને લવાયો હતો મૃતક જવાન તેની પાછળ તેના 4 વર્ષિય પુત્ર મનપ્રિત અને તેની પત્નીને છોડી જતા પરિવાર માં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.
મૃતક ને શ્રદ્ધાજલિ આપવા લોકો ઊમટી પડ્યા હતા જવાન ના પત્ની અને પરિવાર ના લોકોને અંતિમ દશૅન કરાવી બી.એસ.એફ દ્વારા જવાન ના મૃતદેહ ને સલામી આપી અંતિમ વિધિ કરાઈ ના જવાનો એ અંતિમ વિધિ કરાઈ હતી જેમાં દાંતીવાડા બીએસએફ ની બટાલિયન અને વડગામ તથા છાપી પોલીસ સાથે રહીને આ જવાન ની અંતિમક્રિયા કરાઈ હતી અને આખા ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો તથા આખા ગામ સહિતના આજુબાજુ ના વિસ્તાર ના લોકોએ પણ પોતાની દુકાનો તથા ધંધા રોજગાર બંધ રાખી એક દેશભક્તિ નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું આ જવાન ની અંતિમ યાત્રામા આખા ગામ તથા આવેલ લોકોએ ગામના ચોકમાં ઊભા રહી બે મિનિટ નુ મોન પાળી શ્રધ્ધાનંજલી અર્પણ કરી હતી તથા ભારત માતા કી જય અને આશિષ ભાઈ અમર રહો ના નારા થી સમગ્ર પંથક ગુજી ઊઠ્યો હતો બીએસએફ દ્વારા આશિષ વાલ્મીયાને સલામી આપી ભારત માતા કી જય ના નારા સાથે અંતિમ ક્રિયા પૂર્ણ કરી હતી.