રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગીરગઢડા તાલુકાનાં વડવીયાળા ગામની ગ્રામ પંચાયતનાં સરપંચ અનુ.જાતિની અનામત સીટ ઉપર સરપંચ પદે ચુંટાઈ આવ્યા હતા તેમણે ગ્રામ પંચાયત ત્થા સરકારી જમીન ઉપર થયેલ પેશકદમી ન હટાવતા ગત તા.૧/૬ ગીરસોમનાથ જિલ્લાનાં વિકાસ અધિકારીએ સરપંચપદના હોદા ઉપરથી દુર કરવા હુકમ કરેલ હતો જે હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે મેળવવા અરજી કરી હતી. જેની સુનવણી ગત તા.૧૫/૬ ના હાથ ધરી હાઈકોર્ટના જજે સસ્પેન્ડના હુકમ સામે સ્ટે આપી સરપંચપદનાં હોદા ઉપર ચાલુ રહેવા હુકમ કરેલ છે અને સ્ટે આપવાના કારણમાં હાલ કોરોનાનાં લોકડાઉન ચાલુ હોય તેથી કામગીરી કરાઈ ન હોય તે વ્યાજબી કારણ લાગતા સ્ટે આપેલ હતો અને આ અરજીની વધુ સુનવણી આગામી તા.૨૭/૭ ના રોજ રાખવામાં આવી છે તેથી હાલ તો વડવીયાળા ગ્રામ પંચાયતનાં સરપંચપદને જીવતદાન મળી ગયુ છે. હવે સરપંચ વહેલી તકે સરકારી જમીન ઉપર થયેલી પેશકદમી હટાવે તેવી લોક માંગણી ઉઠી છે.