રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
માળીયા હાટીના તાલુકા તરસીંગડા ગામે આજ રોજ તા ૧૨/૬/૨૦૨૦ ને સાંજના ચાર વાગ્યાની આસપાસ મૂળ કેરાળા ગામના હાલ તરસીંગડા ગામે ભાગિયું રાખીને પેટિયું રળવા આવેલ જેન્તીભાઈ સગર આજે સાંજના ચાર વાગે તરસીંગડાની સીમમાંથી બળદ સાથે વાવણી કરીને જેન્તીભાઇ સગર અને તેમના પત્ની ભાવનાબેન વાડીએથી રાજ્ય માર્ગ અને મકાન વિભાગના આંબલગઢ તરસીંગડા રોડ પરથી તરસીંગડા પહોંચતા પેલા મેઘલ નદીના બેઠા પુલ પરથી બંને પતિ પત્ની ગાડા બળદ સાથે પસાર થતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં ગાડા બળદ સાથે તણાયેલ તેમા જગતના તાત જેન્તીભાઇ સદનીબે હેમ ખેમ બચીને બહાર નીકળી ગયેલ પરંતુ રાત્રીના સાડા નવ સુધી પાણીમા લાપતા થયેલ તેમના પત્ની ભાવનાબેનનૉ કોઈ પતો લાગેલ નથી તંત્ર દ્વારા તેમની શોધ ખોળ ચાલુ છે તેવુ જાણવા મળેલ છે.
પરંતુ આવા ચોમાસા સમયે નદી હોકળાના પુલિયા ઓ પર લોકો ની સલામતી માટે ચેતવણી ના પુલના બંને તરફના છેડે પાણીની માપ સાઈડ બતાવતા લોખંડ ના ગજ લગાવવાના હોય છે તેમજ ગુજરાતીમા લખેલા ચેતવણીના બને સાઈડ બોર્ડ લગાવવાના હોય છે પરંતુ રાજય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તે પુલીયા પર લોકોને ચેતવણી આપતા આવા કોય ગજ કે ગુજરાતીમા લખેલા બોર્ડ ન હતા જેના કારણે આ ઘટના બનવા પામેલ તેવી પણ માહિતી અમારી કાર્યાલયને મળેલ તો આપના દ્વારા તે બનેલ ઘટના અંગે વિનંતી સહ તપાસ કરીને તે ગમ્ભીર ઘટનામાં જે કોય તે રોડ વિભાગના અધિકારી જવાબદાર ગણાય તો તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને તેમા જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ નહિ ડિસમિસ કરવા જેથી ફરીવાર અન્ય કોઈ અધિકારી પોતાની ફરજમાં બેદરકારી દાખવે નહિ અને ફરીવાર આવી ઘટનાનું પૂરાવર્તન ના થાય તેની તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા લોક હિતમા માંગણી સાથે જીલ્લા કલેકટરને મેઈલ વોટસએપ દ્વારા જાણ કરી હોવાનું વી. ટી. સીડા મહામંત્રી જિલ્લા કોંગ્રેસ જૂનાગઢની યાદીમાં જણાવેલ છે.