રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
ભરૂચ,વડોદરા સહિતના જિલ્લાઓ માં બે દિવસ થી જનસેવા કેન્દ્ર ખુલ્લા મુકાયા તો નર્મદા કેમ હજુ બંધ એ સમજાતું નથી
રેશનકાર્ડ,આવક,જાતિ ના દાખલા સહિતની ઓનલાઈન કામગીરી બંધ રહેતા ચાલુ થવાની કાગડોળે રાહ જોતા લોકો
કોરોના બાદ લોડાઉન ના કારણે સમગ્ર દેશમાં ધંધા રોજગાર સહિત મોટાભાગ ની કચેરીઓ પણ બંધ રહી હતી ત્યારબાદ સરકારે હાલ મોટી છૂટ આપી જેમાં લોકડાઉન-૫ માં સરકારી કચેરીઓ પણ ખુલ્લી મુકાઈ છે ત્યારે નર્મદા જિલ્લામાં જનસેવા કેન્દ્રો હજુ સુધી ખુલ્લા મ મુકાતા ઓનલાઇન કામગીરી માટે આવતા અરજદારો ધક્કે ચઢી રહ્યા છે.
જોકે ભરૂચ,વડોદરા સહિતના કેટલાય જિલ્લાઓ માં જનસેવા કેન્દ્રો બે ત્રણ દિવસ થી ખુલ્લા મુકાયા બાદ નર્મદા માં પણ આ કામગીરી શરૂ થશે તેવી મહિનાઓ થી રાહ જોઈ રહેલા અરજદારો હજુ ધક્કા ખાઈ પરત ફરતા જોવા મળી રહ્યા છે.જેમાં રેશનકાર્ડ,આવક,જાતિના દાખલા સહિતની જનસેવા માં આવતી તમામ ઓનલાઈન કામગીરી બંધ રહેતા આ કામગીરી વહેલી તકે શરૂ કરાઈ તેવી લોક માંગ ઉઠી છે.
જનસેવા કેન્દ્રો ખુલ્લા મુકાયા બાદ સોશ્યિલ ડિસ્ટનસિંગ સહિતના નિયમો નું પણ પાલન કરવાનું હોય તંત્ર દ્વારા આ કેન્દ્રો ઉપર મંડપ સહિતની લોકડાઉન ના નિયમો માં આવતી તમામ સુવિધાઓ પણ વહેલી તકે ઉભી કરાય અને લોકો ના અટકેલા કામો જલદી પૂર્ણ થાય તે દિશા માં તંત્ર પગલાં લે તે જરૂરી છે.