રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
નદી, તળાવો અને ચેક ડેમમાંથી કાંપ કાઢવા માટે ૨૧૫ કામો આવરી લેવાયા
ગીર સોમનાથ તા.૧૦, ગુજરાત રાજ્યમાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત નદી, તળાવો અને ચેક ડેમો માંથી કાંપ દુર કરવામાં આવ્યો હતો. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે રાજ્ય સરકારે સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધર્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં સુફલામ-સુફલામ યોજના અંતર્ગત ૨૧૫ સ્થળોએ કાંપ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નદી, તળાવો અને ચેક ડેમ માંથી કાંપ કાઢી ઉંડુ ઉતારવા માટેની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લામાં તા.૨૨ માર્ચથી સુજલામ-સુફલામ યોજના અંતર્ગત નદી, તળાવો અને ચેક ડેમ માંથી કાંપ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે તા.૧૦ જૂને પૂર્ણ કરી દોઢ માસના સમયગાળામાં જિલ્લા માંથી અંદાજીત ૪ લાખ ઘનફૂટ કાંપ કાઢવામાં આવ્યો હતો.
કરૂણા ફાઉન્ડેશન, યોગેશ્ર્વર વિકાસ ફાઉન્ડેશન અને સંકલ્પ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લામાં વિવિધ સ્થળોએથી કાંપ કાઢવામાં આવ્યો હતો. નદી, તળાવો અને ચેક ડેમ માંથી કાંપ કાઢી ખેડૂતોને નિશૂલ્ક આપવામાં આવ્યો હતો. હિટાચી, જે.સી.બી અને ટ્રેકટરની મદદની કાંપ કાઢી જળ અભિયાનને સફળ બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સોમનાથ નજીક ત્રિવેણી નદી માંથી ૨ હિટાચી, એક જેસીબી અને ટ્રેકટરની મદદથી કાંપ કાઢવામાં આવ્યો હતો. જિલ્લાના ૨૧૫ સ્થળોએથી કાંપ કાઢવામાં આવતા હવે આવનાર દિવસોમાં ચોમાસાનું વરસાદનું વહી જતા પાણીનો સંગ્રહ થશે. તેમ ક્ષાર અંકુશ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી આર.કે. સામાણીએ જણાવ્યું હતું.