અમદાવાદ: બુદ્ધિષ્ઠ ઈન્ટરનેશનલ નેટવર્ક મારફતે મામલતદાર માંડલને આવેદનપત્ર પાઠવ્યું.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

સુપ્રીમકોર્ટ દ્વારા રામ જન્મભૂમિનો ચુકાદો આપવામાં આવ્યો છે લોકડાઉન દરમિયાન અયોધ્યામાં મંદિર નિર્માણનું કાર્ય ચાલુ હતું જેમાં ૨.૭૭ એકર જમીનમાં ઉત્ખનન થયું જમીન સમતળ કરાવવાના કાર્ય દરમિયાન બૌદ્ધ વિરાસતના અવશેષો મળી આવ્યા છે આથી આ બાબતને ધ્યાને લઇ બુદ્ધિષ્ઠ ઇન્ટરનેશનલ નેટવર્ક માંડલના નેજા હેઠળ આજરોજ માંડલ મામલતદારની કચેરીએ જઈને મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ઇશ્વરભાઈ પરમાર,અરજણભાઈ સોલંકી,દશરથ માંઝી,અમૃતભાઈ રાઠોડ,કનિષ્ક મૌર્ય,તેમજ રસિકભાઈ વિગેરે આગેવાનોએ જણાવ્યું હતું કે ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ અત્યારનું અયોધ્યા મૌર્ય શાસન કાળમાં સાકેતનગરી તરીકે ઓળખાતું પ્રખ્યાત બૌદ્ધ વિહાર હતું આથી ઇતિહાસના આધારો મુજબ બૌદ્ધ વિરાસતને ધ્યાનમાં રાખી ત્રીજા પક્ષકાર તરીકે બૌદ્ધ સમાજને સાંભળવા લેખિત માંગણી કરવામાં આવી.હાલ આ મુદ્દે સાકેત બચાવો બૌદ્ધ વિરાસત બચાવોના સૂત્ર હેઠળ આ વિરાસતને બચાવવા આંતરરાષ્ટ્રીય બૌદ્ધિસ્ટો દ્વારા ચળવળ શરૂ કરવામાં આવી આગામી ૮ જુનના રોજ એક સાથે ૫૫૦ જિલ્લા ૪૫૦૦ તાલુકા મથકો ઉપર રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *