આ પોલીસ અધિકારી આજે દરબાર રોડ સ્થિત શ્રી રત્ન ગણેશ મંદિર ખાતે ભક્તો સમક્ષ જોવા મળ્યા
કોરોના મહામારી ત્યારબાદ આકરું લોક ડાઉન અને હાલ અનલોક-1 આ તમામ પરિસ્થિતિમા લોકોને એક નવા જ પ્રકારના નિયંત્રણોનુ પાલન કરવાનો અનુભવ થયો પરંતુ લોકો આ બાબતો થી ટેવાયેલા નથી અને વારંવાર નિયમો ભંગ થવા ની ઘટનાઓ અને પોલીસ નુ એ બાબતે કાયદાકીય વલણ એ એક કાયદા ની દ્રષ્ટિ એ યોગ્ય છે. પરંતુ માત્ર કાયદાનો અમલ કરાવીને લોકોને સુધારવા કરતાં માનવીય અભિગમ અપનાવી ને પણ લોકો ને કાયદા નુ પાલન કરાવી શકાય એવી વિચાર ધારા ધરાવતાં નર્મદા જીલ્લા ના પો.સ.ઈ. કે.કે પાઠક સતત લોકોમાં અલગ છાપ ઉભી કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના વાક્યને સાર્થક કરી રહ્યા છે.
ક્યારેક લોકોને માસ્કનુ વિતરણ કરી તો ક્યારેક ગુલાબ નું ફુલ આપી, તો ક્યારેક અનાજ ની કીટ નુ વિતરણ કરી પોતાનુ માનવીય વલણ અપનાવતા લોકો માં અલગ જગ્યા બનાવી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પણ ફરજ દરમિયાન કેટલાંય પ્રવાસીઓ ને તેમનુ ખોવાયેલો કીંમતી સામાન કે વિખુટા પડી ગયેલા બાળકો ને તેમના વાલીઓ સુધી પહોંચાડવા ની કામગીરી એ તેમને લોકોમા સતત લોકપ્રિય બનાવી છે.
ત્યારે આવીજ વધુ એક માનવીય કામગીરી સાથે આજે PSI કે.કે પાઠક સાહેબ દ્વારા જોવા મળી જેમાં આજથી ધાર્મિક સ્થળો ને ખોલવાની મંજુરી મળતા શ્રદ્ધાળુઓ દર્શન માટે વધુ ભીડ કરીને સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ના ઉડાવી દે તે માટે રાજપીપળા દરબાર રોડ સ્થિત શ્રી રત્ન ગણેશ મંદિર માં કોરોના ને ગંભીરતા થી લેવા માટે ની અપીલ કરતાં અને ભક્તો ને માસ્ક વિતરણ કરતા જોવા મળ્યાં હતાં.