રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ હતી.
જેતપુર શહેરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે બગીચાનુ તોફાની પવનના કારણે વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું છે. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં થોડીવાર માટે પાણી ભરાઈ ગયા હતા. સવારે અહસ્ય ઉકળાટ વચ્ચે ભારે પવન સાથે વીજળીની ગાજવીજ સાથે જોરદાર વરસાદ નું આગમન જોવા મળ્યું હતું. જેમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો તથા વિજપોલ ધરાશાયી થયા હતા. વિજપોલ ધરાશાયી થતા શહેરના અનેક વિસ્તારોમાં વિજપુરવઠો ખોવાયો હતો ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.