પંચમહાલ / પ્રાથમિક શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં કર્મચારીએ પોર્ન વીડિયો મૂક્યો, ગ્રુપમાં 50થી વધુ મહિલા શિક્ષકો

Kalol Latest Madhya Gujarat

જિલ્લાના કાલોલ તાલુકાના શિક્ષકોના એક વોટ્સએપ ગ્રુપમાં પોર્ન વિડિયો ગુપમાં મૂકી દેતા ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મામલે જિલ્લા કક્ષા સુધી દોડધામ મચી ગઇ છે. કાલોલના પ્રાથમિક શિક્ષકોના ‘શિક્ષક વિચાર મંચ’ નામના ગ્રુપમાં અંદાજે 150થી વધુ પ્રાથમિક શાળાના કર્મચારીઓ છે. જેમાં 50થી 60 જેટલી મહિલા શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. જેમાં એક કર્મચારી દ્વારા પોર્ન વીડિયો મૂકાઈ ગયો હતો. જેને કારણે શિક્ષકોના ગ્રુપમાં શરમજનક પરિસ્થિતિ સર્જાઈ છે. આવી શરમજનક ઘટના બાદ વીડિયો મૂકનાર કર્મચારી ટૂંકી રજા પર ઉતરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગ એડમિન અને વીડિયો મૂકનાર કર્મચારી પર કાયદાકીય પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *