રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
હવામાન ખાતા ની આગાહી મુજબ વાવાઝોડાની આગાહી આ પગલે ખારાઘોડા રણમાં મીઠું પકવતા અગરીઓને આજથી રણમાં નહિ જવા તેમજ રણમાં જે અગરિયાઓ હોય તેઓને તા.૨ પહેલા પોતાના ઘરે આવી જવાની સૂચના પ્રસાસન દ્વારા આપવામાં આવી હતી ,અને તે અંગેની બેઠક ના ,મામલતદાર ની ઉપસ્થિતિમાં મીઠાના વેપારીઓ સાથે બેઠક યોજી હતી ,અને હાલમાં રણમાંથી મીઠું ભરીને આવતી ટ્રકો બે તારીખથી બંધ રાખવા જણાવ્યું હતું. વાવાઝોડાની આગાહી મુજબ આજે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદના છાંટા પણ ચાલુ થયા હતા ,અને પવન ફુંકાયો હતો.