રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગને મળેલ બાતમીના આધારે ગઈકાલે ખાંભા બસ સ્ટેશન નજીક આવેલા કડિયા કુંભાર વાડીના શોપિંગ સેન્ટરમાં આવેલી એક દુકાનમાં રેડ પાડવામાં આવેલ હતી. રેડ દરમિયાન ખાતરનાં એક ટ્રકમાંથી ખાતર ઉતરી રહેલ હતું. આ ખાતર ઓર્ગેનિક મેન્યુઅલ ખાતર હતું.
તપાસનિશ અધિકારી દ્વારા ખાતર વેચાણ લાઈસન્સ માગવામાં આવેલ હતું. દુકાનદાર લાઈસન્સ ધરાવતો ન હતો. વગર લાઈસન્સે આજુબાજુના ગામડાઓને ખેડૂતોને માલ વેચવામાં આવતો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરનો જથ્થો કયાંથી આવેલ હતો તે અંગે પૂછપરછ કરવામાં આવેલ હતી.
જે અંગે દુકાનદાર વેપારી દ્વારા તળાજાની મહાકાળી એગ્રો ઈન્ડ.ના રાજેન્દ્ર પરમાર દ્વારા સપ્લાય કરવામાં આવેલ હોવાનું જણાવેલ હતું. ખેતીવાડી અધિકારી દ્વારા મુકેશ નારણભાઈ જીપિયા, નયન મનુભાઈ શિયાળ, કિશન બોઘાભાઈ યાદવ અને રાજેન્દ્ર પરમાર સહિત ચાર સામે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાયેલહ તી. ખાતર થેલી ૪૧૦ કિ.રૂા. ત્રણ લાખનો માલ સીઝ કરી ખાતરના નમૂના લેવામાં આવેલ હતા. ટ્રક તેમજ એક પીકઅપ વાન પોલીસ હવાલે કરવામાં આવેલ હતા.