સરકારી અનાજ ચોરી નું ગઢ ગણાતા કાલોલ માં અનાજ માફિયા ફરી સક્રિય થયા હોવા ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.હાલ ના પુરવઠા મામલતદાર બી.સી.સોલંકી ની જાંબુઘોડા ખાતે બદલી કરી દેવા માં આવી છે.તેંમના સ્થાને કાલોલ પુરવઠા મામલતદાર તરીકે હેતલ મકવાણા એ ચાર્જ સંભાળ્યો છે.
જો કે અહીં ઉલ્લેખનીય છે કે હેતલ પરમાર વર્ષ ૨૦૧૯ માં કાલોલ ના ચકચારી ૩.૪૯ કરોડ ના અનાજ કૌભાંડ ના આરોપી ગેંગ ના સભ્ય ચિંતન પરમારના ધર્મપત્ની પણ છે.જેમની કાલોલ ખાતે એજ વિભાગ માં બદલી કરવા માં આવી છે.બીજી તરફ ચિંતન પરમાર જે અનાજ કૌભાંડ માં આરોપી છે તેની તપાસ માં પણ લોકડાઉન ગ્રહણ લાગ્યું છે.ત્યારે હવે કાલોલ નગર માં ચર્ચા એ જોર પકડ્યું છે કે કાલોલ ના ભૂગર્ભ માં ઉતરી ગયેલ અનાજ માફિયાઓ નવેસર થી તખ્તો ગોઠવી રહ્યા છે. જો કે હવે કાલોલ ના નવા નિમાયેલા પુરવઠા મામલતદાર ગરીબ લોકો ને અનાજ નો યોગ્ય પુરવઠો પહોંચાડવા માં સક્ષમ નીવડે છે કે નહીં એ તો સમય જ બતાવશે.