રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના છ ગ્રામ પંચાયત મા સમાવિષ્ટ 14 ગામના અસરગ્રસ્તોની મુલાકાત વસંત પુરા ગામે શંકરસિંહ વાઘેલાએ લીધી હતી તેઓની સાથે બબલભાઈ પટેલ ઝઘડીયા થી ચંદુભાઈ ઠિકરી થી કાનજીભાઈ તથા ખેડબ્રહ્મા થી મૂળિયા સાથે અન્ય ટ્રાયબલ સમાજના આગેવાનો તથા વસંત પુરા ગામના અને શંકરસિંહ વાઘેલાના નજીકના મિત્ર દિલીપસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગરુડેશ્વર તાલુકાના આ છ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ફેન્સીંગ ની કામગીરી ચાલી રહી હતી તેમજ આદિવાસી સમાજને અધિકારીઓ દ્વારા પોલીસના બળે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હતા બહેનોને તથા દીકરીઓને જાહેરમાં અપમાનિત કરવામાં આવી રહ્યા હતા આદિવાસી સમાજની જમીનો પર આવવા માટે સરકાર દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ અને નાયબ કલેકટર વહીવટદાર કચેરી કેવડિયા કોલોનીના અધિકારીઓ દ્વારા જે કાવતરા ઘડાઈ રહ્યા છે તે સંદર્ભે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આ મુલાકાતનું આયોજન કરાયું હતું. આ મુલાકાતમાં આ છ ગામના અસરગ્રસ્ત આદિવાસી સમાજના આશિષ ભાઈ તડવી (આગેવાન કોઠીગામ) શાંતિલાલ ભાઈ તડવી( સરપંચ શ્રી ગોરા ગ્રામ પંચાયત) ગોવિંદભાઈ તડવી( વાગડિયા ગ્રામ પંચાયત) રાજેન્દ્ર ભાઈ તડવી દક્ષાબેન તડવી( મહિલા અગ્રણી) શકુંતલાબેન તડવી( કેવડીયા ગામ) દિનેશભાઈ માણેક ભાઈ તડવી( માજી સરપંચ વાગડિયા) શૈલેષ ભાઈ તડવી (વાઘડિયા) દિલીપ ભાઈ તડવી( કેવડીયા ગામ) પોતાની સમસ્યા શંકરસિંહ વાઘેલા સામે રજુ કરી વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા તેમજ શંકરસિંહ વાઘેલાએ આ અસરગ્રસ્ત આદિવાસી સમાજના આગેવાનોની વાતોને ધ્યાનથી સાંભળી હતી તેમજ તેમના થી બનતી તમામ મદદ માટે ખાતરી આપી હતી.
આ મુલાકાત દરમિયાન શંકરસિંહ બાપુએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે હું આદિવાસી સમાજના આગેવાનોને ઘટનાસ્થળે મળવા જવાનો હતો પરંતુ મને ગોરા બ્રિજ પરથી જ એરેસ્ટ કરીશું કેમ પોલીસ દ્વારા જણાવાયું હતું જે રીતે અગાઉ કોંગ્રેસના આગેવાનોને અટકાયત કરી હતી પરંતુ મેં નક્કી કર્યું હતું કે પોલીસને જે કરવું હોય તે કરે મારી ધરપકડ કરવી હોય તો પણ કરે મારી માટે ગુજરાતની કોઇ જે એવી નથી કે જ્યાં મેં મહેમાનગતિ ન કરી હોય તિહાર ની જેલમાં પણ હું પંદર દિવસ રહી આવ્યો છું તેથી આ મારા માટે કોઈ નવાઈની વાત નથી પરંતુ આદિવાસી સમાજના આગેવાનોએ મને એમ જણાવ્યું કે બાપુ અમે તમને મળવા ત્યાં જ આવી રહ્યા છે જેથી શંકરસિંહ વાઘેલા એ આદિવાસી સમાજના આગેવાનોની વાતને મહત્વ આપી વસંત પુરા ગામ જ મિટિંગનું આયોજન કર્યું હતું સરકાર પર પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની હાઈ સરકારને લઈને ડૂબી જશે અને જો સરકારે વિકાસ જ કરવો હોય તો શા માટે ગરીબોના ઝુંપડા તોડીને બંગલા ઊભા કરે છે ગરીબોના ઝુંપડા તોડી બહારના લોકો માટે બંગલા ઉભા કરવા આ કેવો વિકાસ આદિવાસી ગરીબ પ્રજાએ સરદાર સરોવર બંધ ના નિર્માણ માં ભૂતકાળમાં પણ બલીદાન આપેલ છે અને જમીન ગુમાવેલ છે અને ફરી અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે સરકાર ગરીબોની જમીન પડાવવા માગે છે તે સહેજ પણ યોગ્ય નથી સરકાર આ આદિવાસી ગરીબ સમાજ ને જે પેકેજ આપવાની વાતો કરે છે તે પણ માત્ર લોલીપોપ છે તથા બળજબરીથી કોઈને પણ આ રીતે પરાણે જમીન ન આપી શકાય જમીન લેનારની પણ સંમતિ હોવી જોઈએ અને સરકારે જો વિકાસ જ કરવો હોય અને હમણાં જે વિવિધ ભવનો કેવડિયા ખાતે બની રહ્યા છે તેને નર્મદાના તટે થી ભરૂચ સુધી લઈ જાઓ ત્યાં તમે બાંધી શકો છો શા માટે તમે ગરીબ ની જમીન પડાવી આવા ભવનો બાંધી આ સમાજને બેઘર કરી રહ્યા છો અને હાલમાં જે ફેન્સીંગ ની કામગીરી ચાલી રહી છે તે અમાનવીય છે હાઇકોર્ટના ચુકાદાને આધાર બનાવી આ કામગીરી તમે કરી રહ્યા છો તે નિંદનીય છે માટે ઉતાવળ કરવાનું રહેવા દો ટુરીઝમ ક્યાંય ભાગી જવાનું નથી અને જો ઉતાવળ હોય તો આ ટુરિઝમને ગીર તથા કચ્છના રણમાં લઈ જાઓ વિકાસ કરવા માટે સરકારને ગુજરાતમાં કોઈપણ જગ્યાએ જમીન મળી શકશે પરંતુ કેવડિયા ખાતે રહેતા ગરીબ આદિવાસી સમાજને રહેવા માટે બીજે ક્યાંય જમીન મેળવવી મુશ્કેલ બનશે માટે સરકાર માનવતા રાખે તથા આ ગરીબ આદિવાસી સમાજના લોકોને પોતાની મૂળભૂત માલિકીમાં મસ્તીથી રહેવા દે તેઓને અમદાવાદ તથા વડોદરા જેવા શહેરો ના બંગલા નથી જોઈતા પરંતુ તેઓને પોતાની ઝૂંપડી વહાલી છે તો તેમાં જ તેઓને રહેવા દે તથા વારંવાર પરેશાન ન કરે અને કેવડિયા વિસ્તાર ના ગરીબ આદિવાસી સમાજના ભાઈ-બહેનોને સુપ્રીમ કોર્ટમાં જાય ત્યાં સુધી માનવતા દાખવી રાહત આપે તથા ફેન્સીંગ ની કામગીરી બંધ કરે તેમ જણાવ્યું હતું ૧૯૬૦થી ૨૦૧૫ જ્યારે મારી સરકાર હતી ત્યારે 1996-97 માં આદિવાસી સમાજના લોકોને મેં જમીનના પટા ના માલિક બનાવ્યા હતા તથા જે યોજના મહારાષ્ટ્રમાં લાગુ હતી તેજ યોજનાનો મેં ગુજરાત રાજ્યમાં ગુજરાત પેટર્ન યોજના તરીકે અમલમાં મૂકી હતી અને આદીવાસી સમાજના લોકોને સાચા જળ જંગલ તેમજ જમીનના માલિક બનાવ્યા હતા વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર દારૂબંધીના નાટકો બંધ કરે તેમજ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં જે લોકો આર્થિક રીતે પછાત છે તેઓને દારૂબંધી છૂટ આપે અને ગ્રેજ્યુએટ સુધી ભણેલા શિક્ષિત બેરોજગારોને દારૂ વેચાણના લાયસન્સ આપવામાં આવે જેથી કરીને લોકોને ચોખ્ખો મહુડા નો દારૂ મળી રહે અને આજીવિકા પણ મળી રહે તથા અત્યારના યુવાનોજુવાનીમાં વિદેશી દારૂ મિશ્રણ વાળો પીને મૃત્યુ પામે છે જેને કારણે લાખોની સંખ્યામાં બહેનો વિધવા બને છે જેનું પ્રમાણ ઘટે અને કેવડિયા વિસ્તાર માં સરકારના અન્યાય તથા અત્યાચારનો ભોગ બનેલા છ ગ્રામ પંચાયતના આદિવાસી સમાજના લોકોને ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા માટે જણાવ્યું હતું અંતે જણાવ્યું હતું કે તમારે લડાઈમાં હું તમારી સાથે છું તથા અમારી મદદ ની જરૂર પડે તો ગમે ત્યારે પણ અડધી રાત્રે મને ફોન કરજો હું તમારી પડખે ઉભો રહીશ અને તમોને ન્યાય અપાવીશું.