રિપોર્ટર: વિક્રમ સાંખટ
કોરોના વાયરસના સક્રમણને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉંન તેમજ પોઝિટિવ કેસ વગર કેટલાક વિસ્તારને કોરોન્ટાઇન કરવાના આરોગ્ય વિભાગના નિર્ણયને મનસ્વી ગણાવી. લિંબાયત ઝોનના કોગ્રેંસી કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાની આગેવાનીમાં માન દરવાજા ડી ટેનામેન્ટ પાસે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સૂત્રોચ્ચારની સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવતા સલાબતપુરા પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.કોરોના વાયરસનું સક્રમણ હજી અટકવાનું નામ લેતું નથી ત્યાં વળી રાજકીય રમત શરૂ થઇ ગઇ છે.
જે અંતર્ગત કોરોના પોઝિટિવ કેસ માટે હોટ સ્પોટ બનેલા માન દરવાજા ટેનામેન્ટ વિસ્તારના રહેવાસીઓ અને લિંબાયત ઝોનના કોગ્રેંસી કોર્પોરેટર અસ્લમ ફિરોઝ સાયકલવાલાની આગેવાનીમાં માન દરવાજા ડી ટેનામેન્ટ પાસે થાળી-વેલણ વગાડી સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવા માટે એક્ઠા થયા હતા. જે અંગેની જાણ સલાબતપુરા પોલીસને થઇ હતી. જેથી તુરંત જ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.
લોકડાઉંન અને કોરોના પોઝિટિવ કેસને પગલે કોરોન્ટાઇન કરવામાં આવેલા વિસ્તારના મુદ્દે વિરોધ પ્રદર્શન કરનાર કોર્પોરેટર અસ્લમ સાયકલવાલા ઉપરાંત ફિરોઝ સાહેબખાન પઠાણ (રહે. ખટોદરા કોલોની, માન દરવાજા) અને આ ઉપરાંત માન દરવાજા ટેનામેન્ટ અને રેલ રાહત કોલોનીમાં રહેતા પરેશ પ્રવિણ રાણા, જયેશ નટુ રાઠોડ, અસ્લમખાન સલીમખાન પઠાણ, ઇફ્તેખાર સૌકતખાન સૈયદ, મુસ્તકીર મનોવર શાહ, સાદીક યુસુફ શેખ, સાબીર બિકન શેખ, અબ્દુલ્લા હબીબુલ્લા શેખ, જાવેદખાન સલીમખાન પઠાણ, અલ્તાફ રજા શેખ, ઇમરાનખાન અબ્દુલખાન પઠાણ અને શાહરૂખ શાબીર શેખની ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.