રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આદિવાસી પંથકમાં જુવાન આદિવાસી છોકરી ને લાકડીઓથી ગ્રામજનોદ્વારા માર મારતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો માં એક ગ્રામજન દ્વારા ગામની જ યુવાન દીકરીને પકડી રાખવામાં આવેલી છે.અને અન્ય ગ્રામજનો દ્વારા તેને લાકડી થી ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. આ યુવતીને જાણે તાલિબાની કાયદા મુજબ સજા આપવામાં આવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.
આદિવાસી ભાષા અને પહેરવેશ થી આ વિડીયો છોટાઉદેપુર કે મધ્યપ્રદેશના સરહદી વિસ્તાર નો હોવાનું જણાતું હતું. જે અંગે વધુ તપાસ કરાતા આ તાલિબાની સજાનો વાયરલ વિડિઓ છોટાઉદેપુર તાલુ કા ના બીલવાંટ કે જે ભોરદલી ગ્રામ પંચાયત ની હદ માં મધ્ય પ્રદેશ ની સરળ નજીકના વિસ્તારમાં આવેલું છે ત્યાં નો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રંગપુર પોલીસની હદમાં આવેલા બીલવાટ માં તાત્કાલિક પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક પોલીસ કુમક સાથે પહોંચી ગયા હતા અને સઘન તપાસ હાથ ધરી હતી. આ યુવતી ઝીનલ ઉર્ફે ઝીણી રાઠવા ઉમર વર્ષ 16 ને ગ્રામજનો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ યુવતી ઝીનલ ઉર્ફે ઝીણી રાઠવા એ ગામ માં જ પ્રેમ વિવાહ કરેલ છે. એ બાબતે સ્થાનિક ગ્રામજનોએ વિરોધ કરી આ યુવતી ને તેની ઓઢણી ખેંચી જાહેર માં ગાળો ભાંડી માર મારવામાં આવ્યો હતો. આ યુવતી એ પોતાને બચાવવા બુમાબુમ કરી હોવા છતાં કોઈ પણ ગ્રામજન બચાવવા આવ્યું નહતું અને વિડિઓ ઉતાર્યો હતો.પોલીસે આ યુવતી અને તેના પિતા ને રંગપુર પોલીસ મથકે લાવી જાહેર માં યુવતીને માર મારી ગુનો કરનાર 15 જેટલા ઈસમો ઉપર ગુનો નોધી તેમણી ધરપકડ કરવામાં આવી છે.