રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ઉના તાલુકાના ગાંગડા ગામ પાસે પ્લોટ વિસ્તારમાં નેશનલ હાઈવે રોડનુ કામ ચાલુ થયુ છે. પુલના કામમાં વરસાદી પાણીના નીકાલ માટે પાઈપ નાખવાનુ કામ ચાલુ હતુ ત્યારે લોકોના ટોળાએ વિરોધ કરતા કામના કોન્ટ્રાકટરના મેનેજર દેવેન્દ્રભાઈ પટેલ સાથે બોલાચાલી કરતા તેમણે ઉના પોલીસને ફોન કરતા તુરંત પોલીસ કર્મચારી સંદીપભાઈ વાજા, હિતેશભાઈ વાઘેલા, જયેશભાઈ ઝણકાટ, સ્થળ ઉપર આવી વીડીયો શુટીંગ ઉતારતા ટોળાએ પોલીસને શુટીંગ કેમ ઉતારો છો તેમ કહી પોલીસને કેમ બોલાવી તેમ કહી ઝપાઝપી કરી પોલીસ કર્મચારીઓનો કાઠલો પકડી ઝઘડો કરી એક પોલીસના હાથની આંગળની ઉપર બટકુ ભરી લેતા સ્થિતી બગડતા વધુ પોલીસ આવી સ્થિતી કાબુમાં લીધી હતી અને હેડ કોન્સ્ટેબલ કરશનભાઈ ભીમાભાઈ સોલંકીએ આરોપી લખમણ લોટા, હરેશ જીલુ, ભરત જોધુ, ધીરૂ જોધુ, ટીડા લખમણ, રાજેશ ભીમા, જયેશ ટીડા, સબ્બીર કાદર, ભરત ખોડુ, ભરત કાળુ, સરફરાઝ કુરેશી, જોરૂ જોધુ સહીત ૩૭ લોકોના ટોળા સામે ફરજમાં રૂકાવટ કરી પોલીસ કર્મચારી ઉપર હુમલો કરી ઈજા કર્યાની પોલીસ ફરીયાદ દાખલ કરી હતી. આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.