રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ૨૭ વર્ષની બે બાળકોની માતાનું સારવાર દરમિયાન મોત થતાં બાવળામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
બાવળામાં આરોગ્યતંત્રની બેદરકારી સામે આવી છે. બાવળાની ખાનગી હોસ્પિટલોમાં કોઈ પણ જાતના ડિગ્રી વગરના માણસો દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. જ્યાં બાવળા નગર અને તાલુકાની ભોળી પ્રજા ખૂબ જ મોટા પ્રમાણમાં છેતરાઈ રહી છે, ત્યારે બાવળામાં થોડા દિવસ પહેલાં પણ એક આઠ મહિનાના ગર્ભ સાથે માતાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઘણી હોસ્પિટલોમાં તો હાલ ચાલી રહેલા કોરોના ગ્રસ્ત દર્દીને પણ સારવાર અપાઈ રહી છે. પરંતુ બાવળાની હોસ્પિટલમાં કોઈ પણ જાતના ટેસ્ટ લેવાતા નથી.
છગનભાઈ રૂપાભાઇ પરહડીયા જણાવે છે કે, મારા કુટુંબ તેમજ મારા બે નાના બાળકો સાથે હું રહુ છું. અને પશુપાલનનો ધંધો કરી મારુ ગુજરાન ચલાવુ છું. મારા લગ્ન નવેક વર્ષ પહેલા થયેલ છે. અને તા.૨૧/0૫/૨૦૨0 ના સવારે મારી પત્ની દેવુબેનને પેટમાં દુખાવો થયો હતો તેમજ મારી પત્ની ને ત્રણેક માસનો ગર્ભ હતો તેથી દુખાવાની દવા લેવા મારી પત્નીને મારી બેન લાભુબેન તથા મારા ભાભી દેવુબેન કાબાભાઇ નાઓ રજોડાથી એક રીક્ષામાં બાવળા ઝવેરી બજાર બિન્દ્રા હોસ્પિટલ ખાતે લાવેલ અને ત્યા દવાખાનામાં સારવાર માટે દાખલ કરેલ હતા. અને ગઇ રાત્રે સાડા બારેક વાગે બાવળા વેદાંત હોસ્પીટલમાં આવેલ ત્યારે ત્યાં મારી બેન એ વાત કરી કે તારી પત્ની ને આખો દિવસ બિન્દ્રા હોસ્પિટલમાં સારવાર કરી અને રાત્રે દશેક વાગે અહી રીફર કરેલ છે. આ વેદાત હોસ્પિટલ લાવતા ડૉક્ટર શ્રીએ દેવુબેન મૃત્યુ પામ્યા છે ની જાણ કરેલ છે જેથી આ મારી પત્ની દેવુબેન ને પેટ માં ત્રણ માસ નો ગર્ભ હોવાથી દુખાવા ની સારવાર દરમ્યાન મરી ગયેલ હોય, આ મરણ બાબતે બાવળા પોલીસને જાણ કરતા બાવળા રજોડા બીજ સમાચાર વાઘેલા બાબુભા અને જીગ્નેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈંગ્લીશ નંબર ઇન્કવેસ્ટ પંચનામું કરી મરી જનારના મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા લાવે જ્યાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહનો સ્વીકાર ન કરતા બાવળાના ભરવાડ સમાજના રાજુભાઈ ભરવાડ અને વાલજીભાઈ ભરવાડ અને બાવળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાઘેલા પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ દ્વારા યોગ્ય બાયધરી આપતા મૃતદેહના સગા વાલા એ મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.