દ્રશ્યો જોઈને તમારા હોસ ઉડી જશે.
ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે મોત, ટ્રાફિકજામ થતા રસ્તો બંધ કરાયો.
વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2 માણસો ફસાયા હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી.
હાલ વાહનો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએઃ PI જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ બેના મોત થયાની પુષ્ટી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, હાલ વાહનો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા પછી બીજા બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.બે ટ્રક પલટી મારી ત્રણ વાહન પર પડી બે લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર.
વધુ અપડેટ્સ માટે જોતાં રહો અમારી ચેનલ અને વેબસાઇટ.