પંચમહાલ મિરર ડેસ્ક.
વડોદરામાં સ્કૂલ વાનની ઘટનામાં મોટો ખુલાસો, RTO પરમિશન વિના જ ડ્રાઇવર ચલાવી રહ્યો છે વાન…
વાલીઓ તમારુ બાળક સ્કૂલ વાનમાં કેટલુ સુરક્ષિત છે તે જોવું હોય તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ RTOની દેખાડા પુરતી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વડોદરામાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થિનીઓ ટપોટપ પટકાયા હતા.
જુવો વિડિયો…
મા-બાપના જીવના ટુકડા હોય છે બાળકો, શિક્ષકો સહિત બધાએ ધ્યાન રાખવું જોઇએઃ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા
વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કૂલ વાનમાં બાળકોને મોકલતા વાલીઓ માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. વાલીઓ તમારુ બાળક સ્કૂલ વાનમાં કેટલુ સુરક્ષિત છે તે જોવું હોય તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ RTOની દેખાડા પુરતી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વડોદરામાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થિનીઓ ટપોટપ પટકાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે, આ ઘટનામાં વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી.
વડોદરામાં બનેલી ઘટનામાં મનાલી અને કેશવી નામની વિદ્યાર્થિની રોડ પર પટકાઈ હતી. વાનમાં બેસેલ અન્ય વિધાર્થીઓએ આ અંગે સમગ્ર ઘટનામાં પોલ ખોલી નાંખી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સ્કૂલ વાન ચાલક સ્પીડમાં ચલાવતો હતો. ન્યૂ એરા સ્કૂલની વિધાર્થીનીઓ સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ હતી.
કેવી રીતે ડિકીનો દરવાજો ખુલી જાય..
આ સીસીટીવીમાં જોવા મળ્યા પ્રમાણે, 19 જુન,ના રોજ સવારે 11 – 47 કલાકની આ ઘટના છે. જેમાં સોસાયટીની એક ગલીમાંથી બાળકો ભરેલી સ્કૂલ વાન નિકળે છે. સ્કુર વાન માંડ 150 મીટર જેટલુ આગળ આવે છે, ત્યાં તો તેની પાછળની ડિકીનો દરવાજો ખુલી જાય છે. અને તેમાંથી સ્કૂલ ડ્રેસમાં બેઠેલી વિદ્યાર્થીનીઓ ખરાબ રીતે જમીન પર પડે છે. તેમની સાથે તેમના સ્કૂર બેગ પણ પડે છે. દરમિયાન નજીકમાં ઘર બહાર હિંચકા પર અને બાઇક પર બેઠેલા લોકો તુરંત દોડીને બહાર આવે છે. અને વિદ્યાર્થીનીને ઉંચકીને ઘરે લઇ જાય છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરશે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.