રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ
કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ડીજેના સથવારે ભીમભાવ ભજન સાથે શોભાયાત્રા યોજાઈ અસંખ્ય ઘરોમાં ડો. બાબાસાહેબ આંબેડકરની રંગોળી બનાવવામાં આવી. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડૉ ભીમરાવ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ આ વર્ષે મેઘવાળ પંચ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હોવાથી ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી સાદાઈથી કરેલી હતી. પરંતુ આ વર્ષે કોરોના મહામારીમાંથી મુક્ત થવા જેવું વાતાવરણ થતા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી વર્ષોથી જે રીતે ધામધૂમ અને ઉમંગથી ઉજવાય છે. તે રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અસંખ્ય ઘરોમાં ડો. બાબાસાહેબ આંબેડકરની રંગોળી સજાવી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેશોદના શરદ ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ડીજેની સંગાથે ભીમભાવ ભજન રાસ ગરબા સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી બાદમાં કેશોદના ચાર ચોક ખાતે શોભાયાત્રા પહોંચી હતી. જયભીમ ડો. બાબાસાહેબ આંબેડકર અમર રહોના નારા લગાવ્યા હતા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિ પ્રસંગે મેઘવાળ સમાજ તથા અન્ય સમાજના લોકો રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનો તથા તાલુકાભરના લોકો હાજર રહી આપણા રાષ્ટ્રીય નેતા પ્રત્યેની ફરજ અદા કરી હતી.