ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણાંની અધ્યક્ષતામાં યોજાનાર આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકાને લગતા અલગ-અલગ વિષયો લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ટેન્ટ સીટી ખાતે દેશીની મોટી મોટી રાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન થતું હોય છે ત્યારે આગામી 9 અને 10 એપ્રિલ એમ બે દિવસ સુધી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત વિવિધ હાઇકોર્ટના ન્યાયધીશોની એક મહત્વની કોંફરન્સ યોજાવા જઇ રહી છે. યોજાનારા કોન્ફરન્સમાં મુખ્યત્વે મેડિટેશન એટલે કે વિવિધ પ્રકારના કિસ્સામાં બંને પક્ષો વચ્ચે કાયદાકીય લડત વિના કોર્ટના મધ્યસ્થી કરણ શકી નિકાલ લાવવા અંગેના વિષય પર ચર્ચા થશે.