આણંદ જિલ્લા સેવાસદન પાસે ચોમાસામાં વરસાદીપાણીના ભરાઇ જતાં હોય છે.ત્યારે તંત્ર દ્વારા ગરનાળુ બનાવવા ખોદકામ વખતે પાણી પાઇપ લાઇન તુટી ગઇ હતી. જેના લીધે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જો કે દાંડી વિભાગે આણંદ પાલિકાને પાણી પાઇપ લાઇન કામગીરી વખતે ટીમો તૈનાત રાખવાની સુચના આપવા છતાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી વારંવાર પાણીની પાઇન પાઇનો તુટી જાય છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ સેવાસદન સહિત અન્ય સરકારી કચેરીઓમાં વરસાદી પાણીના નિકાલના અભાવે દરવર્ષે પાણી ભરાઇ જાય છે.ત્યારે દાંડી વિભાગ અને સ્ટેટ પી ડબલ્યુ ડી વિભાગ વરસાદી પાણીના નિકાલ માટે નવું ગરનાળું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આણંદ નગરપાલિકામાં પાણીની પાઇપ લાઇન દૂર ખસેડી દેવા વારંવાર સુચના સહિત મીટીંગ યોજીને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા સહકાર આપવાના બદલે બેદરકારી દાખવવામાં આવતાં ખોદકામ વખતે જિલ્લા પોલીસવડા કચેરી પાસે અને જિલ્લા વિકાસ અધિકારીના ઘર પાસે પાણી પાઇપ લાઇન તુટી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જેનાકારણે આણંદ નગરપાલિકાના બેદરકારીને લીધે સમગ્ર વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની પણ બૂમો ઉઠી હતી. આ અંગે સુધીરભાઇ ઘાટે જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા દ્વારા ખોદકામ સમયે ટીમો તૈનાત રાખવામાં આવે તો પાઇપ લાઇનને નુકશાન થતું અટકી શકે તેમ છે. આ અંગે વારંવાર સુચનાઓ આપવામાં છતાં પરિણામ શૂન્ય આવે છે. આખરે વોર્ડન 13ના રહીશો હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.