રિપોર્ટર યોગેશ પંચાલ કવાંટ
સંખેડાના તાલુકાના માંકણી ગામે વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાનું સૌથી પૌરાણિક મંદિર એવું શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. સવારથીજ આખું ગામ ભકતીમય વાતાવરણમાં ભરપુર થઈ સમગ્ર ગામમાં વૈષ્ણવચાર્ય કાકરોલી નરેશ પૂજ્ય વાગીશકુમારજી મહારાજની શોભાયાત્રામાં જોડાઈ ઠેર ઠેર પધરામણી સાથે કેસરસ્નાનના કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવચાર્ય પધારતાજ ગામની હાઇસ્કુલ થી ઘોડા – બગી – બેન્ડવાજા સાથે સામૈયા સ્વરૂપે ભવ્ય શોભાયાત્રા ગામની શેરીઓ રાજમાર્ગો પર નિકળી હતી. નાની બાલિકાઓ સુપર વલ્લભ સ્વરૂપ અને કળશ ધારણ કરીને તથા પુરુષોએ ઝભ્ભા અને કુર્તા પહેરીને, મહિલાઓ કેસરી સાડીના અવનવા પહેરવેશ સાથે , દારૂખાના ની રમઝટ સાથે શોભાયાત્રામાં આગવું આકર્ષણ જોવા મળ્યું હતું. આટલી કાળઝાળ ગરમીમાં પણ વૈષ્ણવો ગરબે ઝૂમી ટીમલીના નાચ ગાન સાથે ,પૂજ્ય શ્રી ને પુષ્પવર્ષા અને સ્વાગત કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે બોડેલી – નસવાડી -સંખેડા – પાવીજેતપુર – જબુગામ – બાદરપુર સહિત પૂર્વપટ્ટીના અનેકો વૈષ્ણવ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.