આર્યન ખાનને સાંજે છ વાગે ડિનર સમયે જામીન મળી ગયા હોવાની વાત કહેવામાં આવી હતી. આર્યન ખાન બેરકમાં કેટલાક કેદીઓ સાથે વાત કરતો હતો. જામીન મળી ગયા બાદ તે કેદીઓ પાસે આવ્યો હતો અને પરિવારને આર્થિક મદદ કરવાની તથા કેસમાં હેલ્પ કરવાનું વચન આપ્યું હતું. આર્યન આખી રાત સૂઈ શક્યો નહોતો. તે પડખાં ફેરવતો રહ્યો હતો.મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ બેલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. આર્યન આજે જ જેલમાંથી બહાર આવી શકે છે. આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે. ‘મન્નત’માંથી ચાર ગાડી નીકળી છે, આમાંથી જ એક ગાડીમાં શાહરુખ બેઠો છે. માનવામાં આવે છે કે શાહરુખ દીકરા આર્યનને લેવા આર્થર રોડ જેલ જાય છે
.